ક્યારે છે સાચી મકરસંક્રાંતિ 14 કે 15 જાન્યુઆરી? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને સ્નાન-દાનનો સમય
Kab Hai Makar Sankranti 2025: હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે મકર સંક્રાંતિ ક્યારે છે 14 કે 15 જાન્યુઆરીએ... આવો જાણીએ તેની સાચી તારીખ અને શુભ મુહૂર્ત.
Trending Photos
Makar Sankranti 2025 Date: મકર સંક્રાંતિ પર્વનું સનાતન ઘર્મમાં વિશેષ મહત્વ છે. ગ્રહોના રાજા સુર્ય દેવ જ્યારે ધનુતી મકર રાશિમાં પ્રવેશ કરે છે તો તેણે મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. વૈદિક પંચાંગ અનુસાર મકરસંક્રાંતિનો તહેવાર સામાન્ય રીતે દર વર્ષે 14 જાન્યુઆરીએ જ મનાવવામાં આવે છે પરંતુ ઘણીવાર તિથિમાં હેરફેરના કારણે તેની તારીખ બદલાઈ જાય છે. ઘણીવાર એવું પણ થાય છે કે જ્યારે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીના બદલે 15 જાન્યુઆરીએ આવે છે. એવામાં મકરસંક્રાંતિની સાચી તારીખને લઈને લોકોમાં કન્ફ્યૂઝનની સ્થિતિ ઉત્ત્પન્ન થઈ જાય છે. એવાામાં આવો જાણીએ કે આ વર્ષે મકરસંક્રાંતિ 14 કે 15 જાન્યુઆરીએ મનાવવામાં આવશે. તેના સિવાય મકરસંક્રાંતિ પર સ્નાન અને દાન માટે શુભ મુહૂર્ત શું છે.
2025માં ક્યારે છે મકરસંક્રાંતિ 14 કે 15 જાન્યુઆરી?
વૈદિક પંચાંગ અનુસાર, આ વર્ષે મકરસંક્રાંતિનો પર્વ 14 જાન્યુઆરી જ મનાવવામાં આવશે. એવામાં આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને ત્યારબાદ દાન કરવાથી અત્યંત શુભ ફળદાયી સાબિત થશે. પૈરાણિક માન્યતા છે કે આ દિવસે શુભ મુહૂર્તમાં સ્નાન અને દાન કરવાથી પાપ ધોવાઈ જાય છે.
મકરસંક્રાંતિ 2025 શુભ મુહૂર્ત
આ વખતે મકરસંક્રાંતિના દિવસે પુણ્યકાળ સવારે 9.30 મિનિટથી લઈને સાંજે 5.47 મિનિટ સુધી રહેશે. જ્યારે મહાપુણ્યકાળ સવારે 9.03 મિનિટથી લઈને 10.48 મિનિટ સુધી રહેશે. એટલે કે આ વર્ષે પુણ્ય કાળનો સમય 8 કલાક 44 મિનિટનો હશે, જ્યારે મહાપુણ્યકાળનો સમય 1 કલાક 45 મિનિટનો હશે. એવામાં આ દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવું શુભ રહેશે.
મકરસંક્રાંતિ 2025 સ્નાન મુહૂર્ત
જ્યોતિષ શાસ્ત્રના જાણકારોનું માનીએ તો આ વખતે મકરસંક્રાંતિ પર સ્નાન માટે બ્રહ્મ મુહૂર્ત સવારે 5.27 મિનિટથી 6.21 મિનિટ સુધી રહેશે.
મકરસંક્રાંતિ 2025 રાહુ કાલ
મકરસંક્રાંતિના દિવસે રાહુ કાળનો સમય બપોરે 3.08 મિનિટથી લઈને સાંજે 4.27 મિનિટ સુધી રહેશે.
મકરસંક્રાંતિનો અન્ય મુહૂર્ત
- અભિજિત મુહૂર્ત- બપોરે 12:09 PM થી 12:51 PM
- વિજય મુહૂર્ત - બપોરે 2:15 થી 2:57 સુધી
- ગોધૂલિ મુહૂર્ત - સાંજે 5:43 થી 6:10 સુધી
- સંધ્યા મુહૂર્ત - સાંજે 5.46 થી 7.07 સુધી
- અમૃત કાલ- સવારે 7.55 થી 9.29
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે