7th pay commission latest news: કેન્દ્રીય કર્મચારીઓ વર્ષના પ્રથમ છ મહિનાના મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યાં છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે માર્ચના મહિનામાં સરકાર ડીએમાં વધારાની જાહેરાત કરશે. આ વચ્ચે એકવાર કોવિડના સમયનું 18 મહિનાનું એરિયર આપવાની ચર્ચા ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારથી ક્યારનું એરિયર છે બાકી
હકીકતમાં કોરોના દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રોકવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી 18 મહિનાના ભથ્થાની ચુકવણી કરવામાં આવી નહોતી. તો જ્યારે બધુ સામાન્ય થવા લાગ્યું તો સરકાર તરફથી એરિયર આપવાના કોઈ સંકેત સામે આવ્યા નથી. 


ફરી ચર્ચા શરૂ
હવે ભારતીય ઈમ્યુનિટી મઝદૂર સંઘના મહાસચિવ મુકેશ સિંહે આ 18 મહિનાના બાકીના સંબંધમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે કોરોનાના કારણે પડકારો અને આર્થિક સમસ્યાઓને સંપૂર્ણ રીતે સમજીએ છીએ. જો કે, હવે દેશ રોગચાળાની અસરમાંથી બહાર આવી રહ્યો છે અને નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થઈ રહ્યો છે. મુકેશ સિંહે વધુમાં જણાવ્યું હતું કે રોગચાળાના પડકારજનક સમયમાં સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય કર્મચારીઓનું અતૂટ સમર્પણ અને સખત મહેનત કોરોના સામેની લડાઈને ટેકો આપતા આવશ્યક સેવાઓની સરળ કામગીરી સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


આ પણ વાંચોઃ 6 મહિનામાં પૈસા કર્યા ડબલ, હવે ફ્રીમાં 4 શેર આપી રહી છે કંપની, ભાવ 120 રૂપિયા


મુકેશ સિંહની માંગ છે કે આ બધાને ધ્યાનમાં રાખી આગામી બજેટ સત્રમાં 18 મહિનાના એરિયરને જારી કરવામાં આવે. મુકેશ સિંહે કહ્યું કે હું સમજુ છું કે સરકારે કોવિડ મહામારીના આર્થિક પ્રભાવનો સામનો કરવા માટે પૈસા ફાળવ્યા છે. મારૂ માનવું છે કે ડીએ બાકી જારી કરવાથી સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત લોકોને રાહત મળશે. 


4 ટકા વધારાની આશા
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર સામાન્ય રીતે વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ભથ્થું 46% છે, જે પહેલા 42% હતું. હવે ફરી એકવાર 4 કે 5 ટકાનો વધારો અપેક્ષિત છે. આ વધારાથી અંદાજે 48.67 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનરોને ફાયદો થશે.