બસ કરો બાપલિયા! ગુજરાતમાં હવે ગજબનું કૌભાંડ ઝડપાયું, નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશ

ગુજરાતમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે. ખાણી પીણીથી લઈને સ્વાસ્થ્યની સુવિધાઓથી લઈને તબીબો અને અધિકારીઓ પણ ડુપ્લિકેટ પકડાઈ રહ્યાં છે. ત્યારે આ બધામાં બાકી હોય તેમ સુરતમાં બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતો સિમેન્ટનો જથ્થો પણ ડુપ્લિકેટ પકડાઈ ગયો છે. 

બસ કરો બાપલિયા! ગુજરાતમાં હવે ગજબનું કૌભાંડ ઝડપાયું, નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશ

ઝી બ્યુરો/સુરત: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે. નકલી વકિલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી તબીબો મળી આવવાની ઘટનાનો પણ રાફડો ફાટ્યો છે. ત્યાં હવે નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશ થયો છે. 

બાતમીના આધારે રેડ
સુરતમાં હલકી ગુણવત્તાનો બ્રાન્ડેડ સિમેન્ટના નામે હલકી કક્ષાની સિમેન્ટનું વેચાણનો પર્દાફાશ થયો છે. જેમાં ખટોદરા પોલીસે સિમેન્ટની 410 બોરી જપ્ત કરી છે. તેમજ બ્રાન્ડેડ સિમેન્ટની બોરીમાં ભળતી કંપનીનો સિમેન્ટ આપી ખેલ પાડવામાં આવ્યો હતો. 

પોલીસે રૂપિયા 1.43 લાખની હલકી કક્ષાની સિમેન્ટ નો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં ખટોદરા પોલીસે રાજેશ પટેલ સહિત બે લોકોની અટકાયત કરી છે. જેમાં બજારમાં નામાંકિત કંપનીના નામે હલકી ગુણવત્તાની સિમેન્ટ પધરાવવાનો ખેલ શહેરમાં ચાલી રહ્યાં છે. જેથી કોના પણ અસલીના નામે ભરોસો કરવો તેને લઈને લોકોમાં સવાલો ઉભા થયા છે.

ખટોદરા પોલીસ દ્વારા બ્રાન્ડેડ સિમેન્ટ કંપનીના સેલ્સ મેનેજરની ફરિયાદના આધારે રાજેશ ચતુર પટેલ સહિત સિમેન્ટનો જથ્થો પૂરો પાડનાર ઇસમ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ 1997 તેમજ ધી ટ્રેડમાર્ક એક્ટ 1999 ના નિયમોનું ભંગ કરવા બદલ BNS ની કલમ 318,(4),345(3), 349, 350 (1) તથા ધી કોપી રાઈટ એક્ટની કલમ 63 અને ટ્રેડમાર્ક એકટ 1999 ની કલમ 103 મુજબ ગુનો રજીસ્ટર કર્યો હતો. 

નોંધનીય છે કે, રાજેશ ચતુર પટેલના ગોડાઉન પરથી પોલીસે નામાંકિત કંપનીના નામે રહેલી 410 જેટલી હલકી ગુણવત્તાની સિમેન્ટનો જથ્થો પ્રાપ્ત કરી બંને ઇસમોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news