નવી દિલ્લી: કેન્દ્ર સરકારના 31 લાખથી વધારે કર્મચારીઓને ટૂંક સમયમાં નવા વર્ષની બમ્પર ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર આ મહિને મોંઘવારી ભથ્થાના એરિયરની ચૂકવણી કરી શકે છે. સરકાર છેલ્લાં 18 મહિનાના અટકેલા DA એરિયરની એકસાથે ચૂકવણી કરવાની તૈયારીમાં છે. જો આવું થશે તો આવનારા દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓને એકવખતમાં બે લાખ રૂપિયાથી વધારેની રકમ હાથમાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


18 મહિનાથી પેન્ડિંગ છે ડીએની ચૂકવણી:
એક સરકારી રિપોર્ટ પ્રમાણે એક માર્ચ 2019થી કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા 31.49 લાખ હતી. કોરોનાના કારણે એવી પરિસ્થિતિ ઉભી થઈ કે ડીએની ચૂકવણી 18 મહિનાથી પેન્ડિંગ હતી. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર આ કર્મચારીઓને 18 મહિનાના પેન્ડિંગ ડીએને આ મહિને ક્લિયર કરવાની છે. જો 18 મહિનાનું પેન્ડિંગ ડીએ ચૂકવવામાં આવશે તો અનેક કર્મચારીઓને એકવારમાં બે લાખ રૂપિયાથી વધારેની રકમ મળવાની છે.


વધી શકે છે ડીએ, ડીઆર, કમ્પન્સેશન:
સમાચારનું માનીએ તો સેન્ટ્રલ કેબિનેટની આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં ડીએ અને ડીઆરને વધારવાનો નિર્ણય પણ થઈ શકે છે. તે ઉપરાંત વળતર વધારવાની પણ તૈયારી છે. આ પહેલાં કેન્દ્ર સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં ડીએ અને ડીઆરને 17 ટકાથી વધારીને 31 ટકા કરી દીધુ હતું.


પેન્શનભોગી પૂર્વ કર્મચારીઓને પણ થશે ફાયદો:
મોંઘવારીને કાબૂમાં રાખવા માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર પૂર્વ કર્મચારીઓને વર્ષમાં બે વખત ડીએ-ડીઆરના વધારાનો ફાયદો આપવામાં આવે છે. જો આવનારી બેઠકમાં 19 મહિનાના એરિયર ક્લિયરનો નિર્ણય લેવામાં આવશે તો લેવલ-1ના કર્મચારીઓને 11,800 રૂપિયાથી લઈને 37,554 રૂપિયા મળશે. આ રીતે લેવલ-3ના કર્મચારીઓને એકવખત 1,44,200 રૂપિયાથી લઈને 2,18,200 રૂપિયા સુધી મળી શકે છે.