Central government employees news:  કેન્દ્રની મોદી સરકાર કેટલાક ફેરફારો કરવા જઈ રહી છે. જેમાં સરકારી કર્મચારીઓને સીધી અસર પડશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની આતૂરતાનો અંત ગુરૂવારે આવી ગયો હતો. ગુરૂવારે કેન્દ્રીટ કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી હતી. હવે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા થઈ ગયું છે. પરંતુ હવે સવાલ ઉઠી રહ્યો છે કે 50 ટકા મોંઘવારી ભથ્થું પહોંચવા પર તેને શૂન્ય કરવાનું છે. પરંતુ આ ક્યારે થશે અને કઈ રીતે તેનું મર્જર થશે અને ક્યારે સરકાર તેની જાહેરાત કે નોટિફિકેશન જાહેર કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘવારી ભથ્થાનું ગણિત ક્યારે બદલાશે?
વર્ષ 2016માં 7મા પગાર પંચનો અમલ કરતી વખતે સરકારે મોંઘવારી ભથ્થું ઘટાડીને શૂન્ય કરી દીધું હતું. નિયમો અનુસાર, મોંઘવારી ભથ્થું 50 ટકા પર પહોંચતાની સાથે જ તે શૂન્ય થઈ જશે અને કર્મચારીઓને 50 ટકાના હિસાબે ભથ્થા તરીકે જે પૈસા મળશે તે મૂળ પગાર એટલે કે લઘુત્તમ પગારમાં મર્જ કરવામાં આવશે. ધારો કે કર્મચારીનો મૂળ પગાર 18000 રૂપિયા છે તો તેને 9000 રૂપિયાના 50 ટકા ડીએ મળશે. પરંતુ, એકવાર ડીએ 50 ટકા થઈ જાય, તે મૂળ પગારમાં ઉમેરવામાં આવશે અને મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્ય થઈ જશે. આનો અર્થ એ છે કે મૂળ પગાર સુધારીને રૂ. 27,000 કરવામાં આવશે. જોકે, આ માટે સરકારે ફિટમેન્ટમાં પણ ફેરફાર કરવો પડી શકે છે.


શૂન્ટની આગળ શરૂ થશે ગણતરી
વર્ષ 2024માં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનું ગણિત બદલાવાનું છે. હકીકતમાં 1 જાન્યુઆરીથી લાગૂ થનાર મોંઘવારી ભથ્થાની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. કર્મચારીઓને 50 ટકા ડીએ મળવાનું છે. જાન્યુઆરી 2024થી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 50 ટકા મળશે. નિયમ તે કહે છે કે 50 ટકા મોંઘવારી ભથ્થું થયા બાદ તેને બેસિક સેલેરીમાં મર્જ કરી શૂન્યથી ગણતરી શરૂ કરવામાં આવશે. પરંતુ સરકારે તેના પર કોઈ સ્પષ્ટતા કરી નથી. એટલે કે અત્યારે મોંઘવારી ભથ્થાની ગણતરી 50 ટકાથી આગળ ચાલશે. પરંતુ શૂન્ય ક્યારે કરવામાં આવશે?


આ પણ વાંચોઃ Lok Sabha Election 2024: ગુજરાતની આ બેઠક પર દેશભરની નજર, માંડવિયા માટે દિલ્હીએ પાડ્યો મોટો ખેલ


સરકાર પર વધે છે નાણાકીય ભાર
વર્ષ 2006માં છઠ્ઠા પગાર પંચના સમયે નવું પગારપંચ 1 જાન્યુઆરી 2006થી લાગૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તેનું નોટિફિકેશન 24 માર્ચ 2009ના જાહેર કરવામાં આવ્યું હતું. આ વિલંબને કારણે સરકારે 39થી 42 મહિનાનું ડીએ એરિયર 3 ભાગમાં 3 નાણાકીય વર્ષ  2008-09, 2009-10 તથા 2010-11માં ચુકવણી કરી હતી. નવો પે સ્કેલ પણ બનાવવામાં આવ્યો હતો. પાંચમાં પગાર પંચમાં 8000-13500 વાળા પગારમાં 8000 પર 186 ટકા ડીએ 14500 રૂપિયા થતું હતું. તેથી આ બંનેને જોડવા પર કુલ પગાર 22 હજાર 880 થયો હતો. છઠ્ઠા પગાર ધોરણમાં, તેના સમકક્ષ પગાર ધોરણ રૂ. 15600 -39100 વત્તા 5400 ગ્રેડ નક્કી કરવામાં આવ્યું હતું. છઠ્ઠા પગાર ધોરણમાં આ પગાર રૂ. 15600-5400 વત્તા રૂ. 21000 હતો અને 1 જાન્યુઆરી 2009ના રોજ તેના પર 16 ટકા ડીએ રૂ. 2226 ઉમેર્યા બાદ કુલ પગાર રૂ. 23 હજાર 226 નક્કી કરવામાં આવ્યો હતો. ચોથા પગાર પંચની ભલામણો 1986માં, પાંચમા 1996માં અને છઠ્ઠા પગાર પંચની ભલામણો 2006માં લાગુ કરવામાં આવી હતી. સાતમા પંચની ભલામણો જાન્યુઆરી 2016માં અમલમાં આવી હતી.


આ પણ વાંચોઃ ગજબનો આ સ્ટોક!.. 4 લાખમાં ઈન્વેસ્ટરો બની ગયા કરોડપતિ, 64000% નું આપ્યું રિટર્ન


કેમ શૂન્ય કરવામાં આવશે મોંઘવારી ભથ્થું?
જ્યારે પણ નવું પગારપંચ લાગૂ થાય છે તો કર્મચારીઓને મળનાર ડીએને મૂળ વેતનમાં જોડી દેવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે આમ તો નિયમ કર્મચારીઓને મળનાર સો-ટકા ડીએને મૂળ વેતનમાં જોડવું જોઈએ, પરંતુ તેમ થતું નથી. નાણાકીય સ્થિતિ આડે આવે છે. પરંતુ વર્ષ 2016માં આમ કરવામાં આવ્યું. તેની પહેલા વર્ષ 2006માં જ્યારે છઠ્ઠું પગારપંચ આવ્યું તો તે સમયે પાંચમાં પગારપંચમાં ડિસેમ્બર સુધી 187 ટકા ડીએ મળી રહ્યું હતું. આ ડીએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું હતું. તેથી છઠ્ઠા પગારપંચનો ગુણાંક 1.87 હતો. ત્યારે નવા પે બેન્ડ અને નવો ગ્રેડ પે પણ બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેને આપવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા. 


આ પણ વાંચોઃ બેન્ક એકાઉન્ટમાં મોદી સરકાર મોકલશે 78000 રૂપિયાની સબસિડી, બસ કરવું પડશે આ કામ


હવે ક્યારે શૂન્ય થશે મોંઘવારી ભથ્થું?
નિષ્ણાતોના મતે નવા મોંઘવારી ભથ્થાની ગણતરી જુલાઈમાં થશે. કારણ કે, સરકાર મોંઘવારી ભથ્થામાં વર્ષમાં માત્ર બે વાર વધારો કરે છે. જાન્યુઆરી માટેની મંજૂરી માર્ચમાં આપવામાં આવી છે. હવે આગામી રિવિઝન જુલાઈ 2024થી લાગુ કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થાને જ મર્જ કરવામાં આવશે અને તેની ગણતરી શૂન્યથી કરવામાં આવશે. મતલબ, જાન્યુઆરીથી જૂન 2024 સુધીનો AICPI ઇન્ડેક્સ નક્કી કરશે કે મોંઘવારી ભથ્થું 3 ટકા, 4 ટકા કે તેથી વધુ હશે. આ સ્થિતિ ક્લિયર થતાં જ કર્મચારીઓના મૂળ પગારમાં 50 ટકા મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવશે.


આ પણ વાંચો- ₹560 થી તૂટી ₹2 પર આવી ગયો આ શેર, હવે રોકેટ બન્યો સ્ટોક, આ સમાચારની અસર!


હજુ ડીએ મર્જર પર નિર્ણય નહીં
આજે જે નાણા મંત્રાલયનો સર્કુલર નિકળ્યો છે, તેમાં ડીએની મૂળ વેતનમાં મર્જરની વાત નથી. ઉલ્લેખનીય છે કે સાતમાં પગાર પંચની ભલામણ છે કે જો મોંઘવારી ભથ્થું વધી 50 ટકા પર પહોંચી જાય તો તે મૂળ વેતનમાં મર્જ થઈ જશે. જ્યારે મૂળ વેતન વધી જશે તો એચઆરએ, ગ્રેચ્યુઇટી, ચિલ્ડ્રન એજ્યુકેશન- ટ્રાન્સપોર્ટ એલાઉન્ટ વગેરેમાં વધારો કરવામાં આવશે.


વર્ષમાં બે વખત ડીએમાં વધારો
વર્તમાનમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત થઈ ગયેલા કેન્દ્રીય કર્મચારીઓને સાતમાં પગાર પંચની ભલામણો અનુસાર મળી રહ્યું છે. નાણા પંચે મોંઘવારીની અસર દૂર કરવા માટે મોંઘવારી ભથ્થાની જોગવાઈ કરી છે. સાતમાં પગાર પંચની ભલામણ પ્રમાણે મોંઘવારી ભથ્થાને વર્ષમાં બે વખત સંશોધિત કરવામાં આવે છે. પ્રથમ વધારે જાન્યુઆરીથી લાગૂ થાય છે, જ્યારે બીજો વધારો જુલાઈથી લાગૂ થાય છે. જેના કારણે તમારા ખિસ્સામાં આવકનો વધારો થશે.