નવી દિલ્હીઃ DA/18 month Arrears/Fitment Factor hike Update : કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર કર્મચારીઓ-પેન્શનરો માટે ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે. અહેવાલ પ્રમાણે હોળી પહેલા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 4 ટકા સુધી વધારી શકાય છે. આ સિવાય હાઉસ રેન્ટ એલાઉન્સ, ફિટમેન્ટ ફેક્ટર અને 18 મહિનાના બાકી ડીએ એરિયર પર મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. જો આમ થયું તો પગાર અને પેન્શનમાં 20 હજારથી 70 હજારનો વધારો જોવા મળશે. પરંતુ તેની હજુ સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો
શ્રમ મંત્રાલય દ્વારા જુલાઈથી નવેમ્બર સુધીના AICPI ઈન્ડેક્સના આંકડા જાહેર કરાયા બાદ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે હોળીની આસપાસ ફરી કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓને 46 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, જે વધીને 50 ટકા થઈ જશે. નવા દર જાન્યુઆરી 2024થી લાગૂ થશે, તેવામાં જાન્યુઆરી-ફેબ્રુઆરીનું એરિયર પણ મળશે અને માર્ગના પગારમાં તેનો લાભ મળશે જે એપ્રિલમાં આવશે. તેનો લાભ 48 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનર્સને મળશે. 


જો નવા દર બાદ ડીએ 50 ટકા પહોંચે છે તો તેવામાં કર્મીઓનો પગાર રિવાઇઝ થશે કારણ કે કેન્દ્ર સરકારે 7TH Pay Commission ની રચનાની સાથે ડીએના રિવિઝન નિયમોને નક્કી કર્યા હતા કે ડીએ 50 ટકા થવા પર શૂન્ય થઈ જશે, 50 ટકા ડીએને વર્તમાન બેસિક પગારમાં જોડી દેવામાં આવશે અને ડીએની ગણતરી શૂન્યથી થશે. પરંતુ તેના પર અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે. કર્મચારીઓને 50% ડીએ આપવામાં આવે કે પગાર માટે કોઈ નવી ફોર્મ્યુલા લાગૂ કરવામાં આવે. તો  HRA અને TA એલાઉન્સમાં પણ વધારો જોવા મળશે. 


આ પણ વાંચોઃ ડ્રોન દીદી યોજના: સરકાર આપે છે 15 હજાર પગાર અને 8 લાખની સહાય, મહિલાઓને ઘરબેઠા નોકરી


ફિટમેન્ટ ફેક્ટર- બેસિક પગારમાં વધારો સંભવ
ડીએ સિવાય મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટરને વધારવા પર નિર્ણય લઈ શકે છે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓનું ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે અને સાતમાં પગાર પંચ હેઠળ તેના આધારે પગાર આપવામાં આવી રહ્યો છે. પરંતુ કર્મચારી સંઘ લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરી રહ્યાં છે, તેવામાં સંભાવના છે કે સરકાર ફિટમેન્ટ ફેક્ટર સંશોધન પર વિચાર કરી શકે છે, તેને 3.00 ટકા કે 3.68 ટકા સુધી કરી શકાય છે. જો તેમ થયું તો બેસિક પગાર 18000થી વધી 21000 થઈ જશે, આ રીતે અલગ-અલગ લેવલના કર્મચારીઓના પગારમાં અલગ-અલગ વધારો થશે. 


ઉદાહરણ માટે જો કોઈ કેન્દ્રીય કર્મચારીનો બેસિક પગાર 18000 રૂપિયા છે, તો ભથ્થાને છોડી તેનો પગાર 18,000 X 2.57= 46,260 રૂપિયાનો લાભથશે. 3 ગણું ફિટમેન્ટ ફેક્ટર થવા પર પગાર 21000 X 3 = 63,000 રૂપિયા થશે. આ પહેલા સરકારે 2016માં ફિટમેન્ટ ફેક્ટર વધાર્યું હતું અને તે વર્ષથી સાતમું પગાર પંચ લાગૂ કરવામાં આવ્યું હતું. 


શું 18 મહિનાના બાકી ડીએની થશે ચુકવણી?
હકીકતમાં કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોને જુલાઈ 2020થી જાન્યુઆરી 2021 સુધીનું ડીએનું એરિયર બાકી છે, જેની કર્મચારીઓ લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. આ પહેલા સમાચાર હતા કે સરકાર બજેટમાં તેની જાહેરાત કરી શકે છે, પરંતુ બજેટમાં કોઈ નિર્ણય થયો નહીં. હવે લોકસભા ચૂંટણી પહેલા ડીએ એરિયરની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો સરકાર તેની જાહેરાત કરે તો કર્મચારીઓના ખાતામાં એક સાથે મોટી રકમ આવશે.