નવી દિલ્હીઃ 7th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ (Central Government Employees)માટે મોટા સમાચાર છે. જો તમે પણ પગાર વધારાની રાહ જોઈ રહ્યાં છો તો તમારા પગારમાં મોટો વધારો થવાનો છે. સરકાર હવે મિનિમમ સેલેરી (Minimum Salary) વધારવાનો પ્લાન બનાવી રહી છે. પહેલાં સરકારે મિનિમમ સેલેરી 6000 રૂપિયાથી વધારી 18,000 રૂપિયા કરી દીધી હતી. હવે જનતા 3 ગણા ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહી છે. ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓની મિનિમમ સેલેરી 26000 રૂપિયાથી વધી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેલેરીમાં ફિટમેન્ટ ફેક્ટરની મહત્વની ભૂમિકા
નોંધનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટરની મોટી ભૂમિકા છે, જે કારણે ફરી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે. 7માં પગાર પંચ પ્રમાણે આ સમય પર કર્મચારીઓનું ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે. આ સિવાય કર્મચારીઓને પગારમાં ઘણા પ્રકારના ભથ્થાનો ફાયદો પણ મળે છે. તેમાં મોંઘવારી ભથ્થું, યાત્રા ભથ્થું, હાઉસ રેન્ટ એલાઉન્ટ સહિત ઘણા પ્રકારના ભથ્થાને સામેલ કરવામાં આવે છે. 


આ પણ વાંચોઃ નાની ઉંમરથી કમ્પાઉન્ડિંગની ફોર્મ્યૂલા અપનાવી લીધી તો બનશો 1,18,58,402 રૂપિયાના માલિક


ફરી થઈ રહી છે ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ
ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor)ના બેસ પર કેન્દ્રીય કર્મચારીઓના બેસિક પગારમાં વધારો થાય છે. 7માં પગાર પંચની ભલામણ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ભથ્થા સિવાય બેસિક સેલેરીમાં ફિટમેન્ટ ફેક્ટરથી વધારો થાય છે. હવે કેન્દ્રીય કર્મચારીઓ ફરી ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરી રહ્યાં છે. તેનું કહેવું છે કે બેસિક સેલેરી અને કુલ સેલેરીમાં વધારો જરૂરી છે. 


કેટલો વધી જશે પગાર?
સાતમાં પગાર પંચ અનુસાર કર્મચારીઓનું ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે. તેમાં ફેરફાર થાય તો પગારમાં પણ ફેરફાર થશે. લાંબા સમયથી તેને વધારી  3.68 કલરાની માંગ ચાલી રહી છે. અત્યારે ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણો અને બેસિક સેલેરી 18000 રૂપિયા બિસાબથી અન્ય ભથ્થાને છોડીને  18,000 X 2.57= 46260 રૂપિયા મળે છે. પરંતુ તેને વધારીને 3.68  કરવામાં આવે તો કર્મચારીઓને અન્ય ભથ્થા છોડીને સેલેરી  26000 X 3.68= 95680 રૂપિયા થઈ જશે. 


આ પણ વાંચોઃ લાઇફ ટાઇમ હાઈ લેવલથી ઘટવા લાગ્યા સોના અને ચાંદીના ભાવ, જાણો નવી કિંમત


આશા કરવામાં આવી રહી છે કે 2024માં તેને સમીક્ષાના આધાર પર વધારવામાં આવશે. સરકાર તરફથી હજુ કોઈ પ્રકારની સત્તાવાર જાણકારી આપવામાં આવી  નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube