ઉંમર 30, સેલેરી ₹25,000- કમ્પાઉન્ડિંગની ફોર્મ્યૂલા અપનાવી લીધી તો બનશો 1,18,58,402 રૂપિયાના માલિક, જાણો કામની વાત
How to become Crorepati: ન્યૂ વેજ કોડમાં બેસિક સેલેરિ 25 હજાર રૂપિયા મહિને થઈ જશે. ત્યારે નિવૃત્તિ પર EPF ની રકમ 1,18,58,402 રૂપિયા થઈ જશે. અહીં વાર્ષિક ઈન્ક્રીમેન્ટ 5 ટકા લેવામાં આવ્યું છે, જેનાથી EPF ફંડમાં વધારો થશે.
Trending Photos
નવી દિલ્હીઃ નવા વેજ કોડમાં Cost to Company (CTC) ને લઈને સૌથી વધુ ચર્ચા થઈ. Wage Code ક્યારથી લાગૂ થશે, તેની હજુ કોઈ ડેડલાઇન નથી. પરંતુ Labour Ministry તરફથી તૈયારીઓ છે, પરંતુ હજુ કેટલીક અડચણો છે. આ ફોર્મ્યૂલા લાગૂ થવા પર ખાનગી નોકરી કરનારની Take Home Salary, EPF અને Gratuity માં મોટો ફેરફાર થશે. ન્યૂ વેજ કોડમાં ખાનગી નોકરી કરનારનો Cash in Hand ઘટશે, પરંતુ વૃદ્ધાવસ્થા સિક્યોર થઈ જશે. એક્સપર્ટ પ્રમાણે મંથલી સેલેરી ઘટશે પરંતુ ઈપીએફ વધુ ટક થશે અને તેથી નિવૃત્તિ માટે મોટું ફંડ તૈયાર થશે.
કઈ રીતે EPF આપશે મોટો ફાયદો?
How to become Crorepati: વર્તમાન વ્યવસ્થાને જોઈએ તો કોઈની મંથલી સેલેરી 50 હજાર રૂપિયા છે અને બેસિક પે 15 હજાર રૂપિયા હશે. ત્યારે નિવૃત્તિ પર EPF ની રકમ 64,62,867 રૂપિયા થશે.
New Wage Code માં બેસિક સેલેરી 25 હજાર રૂપિયા મહિને થઈ જશે. ત્યારે નિવૃત્તિ પર EPF ની રકમ 1,18,58,402 રૂપિયા થઈ જશે. અહીં વાર્ષિક ઈન્ક્રીમેન્ટ 5 ટકા લેવામાં આવ્યું છે, જેનાથી EPF નું ફંડ વધી જશે.
કોસ્ટ ટૂ કંપની (Cost to Company) શું છે?
કોઈ કંપની તરફથી પોતાના કર્મચારી પર કરવામાં આવેલ ખર્ચ CTC હોય છે. આ કર્મચારીનું સંપૂર્ણ સેલેરી પેકેજ હોય છે. CTC માં મંથલી બેસિક પે, ભથ્થા, રીઇમ્બર્સમેન્ટ સામેલ હોય છે. તો વાર્ષિક આધાર પર ગ્રેજ્યુઇટી, એનુઅલ વેરિએબલ પે, એનુઅલ બોનસ જેવી પ્રોડક્ટ સામેલ હોય છે. CTC ની રકમ કર્મચારીની ટેક હોમ સેલેરી બરાબર ક્યારેય હોતી નથી. CTC માં ઘણા કમ્પોનેન્ટ હોય છે તેથી તે અલગ હોય છે. CTC = ગ્રોસ સેલેરી + PF + ગ્રેચ્યુઇટી.
બેસિક સેલેરીનો સમજો
બેસિક સેલેરી કોઈ કર્મચારીની બેસ ઇનકમ હોય છે. દરેક કર્મચારીના લેવલના આધારે તે ફિક્સ થાય છે. તે કર્મચારીના પદ અને જે ઉદ્યોગમાં તે કામ કરી રહ્યો છે તે અનુસાર હોય છે.
ગ્રોસ સેલેરીને સમજો
ટેક્સ કાપ્યા વગર જે બેસિક પે અને ભથ્થાને જોડીને સેલેરી બને છે તેને ગ્રોસ સેલેરી કરે છે. તેમાં બોનસ, ઓવર ટાઇમ પે, હોલિડે પે અને અન્ય મળનાર ભથ્થા સામેલ હોય છે.
Gross Salary = બેસિક સેલેરી+HRA+અન્ય ભથ્થા
નેટ સેલેરી સમજો
નેટ સેલેરીને ટેક હોમ સેલેરી પણ કહેવામાં આવે છે. ટેક્સ કપાયા બાદ જે સેલેરી બને છે તેને નેટ ઇનકમ કહેવાય છે.
Net Salary = Basic Salary + HRA + ભથ્થા - ઇનકમટેક્સ - EPF - Professional Tax
સેલેરીમાં કેટલા ભથ્થા હોય છે?
કંપની કર્મચારીને નોકરીની અવેજમાં ભથ્થા આપે છે. તે દરેક કંપનીમાં અલગ-અલગ હોઈ શકે છે.
> HRA : હાઉસ રેન્ટ એલાઉન્સ કર્મચારીને રેન્ટ પર ઘરના અવેજમાં આપવામાં આવે છે.
> LTA : LTA કર્મચારીને ઘરેલૂ યાત્રા પર અપાતો ખર્ચ છે. તેમાં ફૂડિંગ, હોટલનું ભાડૂ સામેલ થતું નથી.
> Conveyance allowance: કન્વેન્સ એલાઉન્ટ કર્મચારીને ઓફિસથી ઘરે જવામાં આવતા ખર્ચના બદલામાં આપવામાં આવે છે.
> Dearness allowance: DA જીવિકા સાથે જોડાયેલું ભથ્થું છે. તે મોંઘવારીના બદલામાં આપવામાં આવે છે. તેના પાત્ર સરકારી કર્મચારી અને પેન્શનર હોય છે.
> અન્ય ભથ્થામાં સ્પેશિયલ એલાઉન્સ, મેડિકલ એલાઉન્સ અને પ્રોત્સાહન કે ઈન્સેટિવ સામેલ હોય છે.
રીઇમ્બર્સમેન્ટનો સું છે નિયમ?
EPF Calculator: જાણકારી પ્રમાણે ઘણી કંપનીઓમાં કર્મચારીને સારવાર, ફોન ખર્ચ, ન્યૂઝપેપર બિલને રીઇમ્બર્સ કરવાની જોગવાઈ છે. આ રકમ સેલેરીથી અલગ મળે છે, પરંતુ બિલ આપવા પર. આવકવેરા અધિનિયમ હેઠળ દરેક રીઇમ્બર્સમેન્ટમાં એક મર્યાદા સુધી કરની છૂટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે