7th Pay Commission: નવા વર્ષમાં કર્મચારીઓને સરકાર આપશે ભેટ, વધશે પગાર!
આ પહેલાં કેબિનેટએ માર્ચમાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. સામાન્ય રીતે સરકાર કિંમતોમાં વધારાની ભરપાઇ માટે વર્ષમાં બે વાર ડીએમાં ફેરફાર કરે છે.
નવી દિલ્હી: 7th Pay Commission Latest Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employees) માટે નવા વર્ષમાં ઘણી બધી ખુશીઓ લઇને આવવાનું છે. વર્ષ 2021માં કેન્દ્રીય કર્મચારીઓને વધુ પગાર (Salary) મળવાનો છે. કોવિડ 19ના લીધે આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓને મળનાર મોંઘવારી ભથ્થા (Dearness Allowance) પર રોક લગાવી દીધી છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો (Pensioners) ને મોંઘવારી ભથ્થું 21 ટકાના હિસાબે મળતું હતું, પરંતુ અત્યારે આ 17 ટકા મુજબ મળી રહી છે.
જૂન 2021 સુધી રહેશે આ વ્યવસ્થા
તમને જણાવી દઇએ કે કોરોના સંકટ (Coronavirus pandemic) માં આર્થિક ગતિવિધિઓને સુચારૂ રૂપથી ચલાવવાના લીધે કેન્દ્ર સરકારે મોંઘવારે ભથ્થા પર રોક લગાવી દીધી હતી. 7th Pay Commission હિસાબથી મોંઘવારી ભથ્થું 21 ટકા મુજબ મળવું જોઇતું હતું, પરંતુ હાલ ભથ્થું 17 ટકાના દરથી આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે જૂન 2021 સુધી આ વ્યવસ્થા કરી છે.
55 લાખથી વધુ કર્મચારીઓ પર અસર
ઉલ્લેખનીય છે કે કર્મચારીઓ અને પેંશનર્સને આશા છે કે જૂન 2021 પછી ડીએ પર સરકાર રાહત આપી શકે છે. અને એવું થાય છે તો સેલરી અને પેંશન વધીને મળશે. કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી અને 1 જુલાઇના રોજ ડીએમાં વધારો કરે છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલ 50 લાખથી વધુ કર્મચારીઓ અને 55 લાખથી વધુ પેંશનર્સ પર તેની સીધી અસર પડી રહી છે.
માર્ચમાં ડીએમાં 4 ટકાનો વધારો
આ પહેલાં કેબિનેટએ માર્ચમાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. સામાન્ય રીતે સરકાર કિંમતોમાં વધારાની ભરપાઇ માટે વર્ષમાં બે વાર ડીએમાં ફેરફાર કરે છે. આ સરકારના ખર્ચમાં ઘટાડો કરવાનો વધુ એક પ્રયત્ન છે. આ પહેલાં મંત્રીઓ, પીએમ, રાષ્ટ્રપતિ અને સંસદ સભ્યોના વેતનમાં 30%ના ઘટાડાની પણ જાહેરાત કરવામાં આવી હતી. COVID-19 સામે લડવા માટે વધુ ધન ફાળવવા માટે તેમની MPLADs યોજનાને પણ બે વર્ષ માટે સસ્પેંડ કરી દેવામાં આવી છે.
દિલ્હી સરકારે આપી નવા વર્ષની ભેટ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે વર્ષના અંતમાં શ્રમિકોને એક ભેટ આપ્યો હતો. સરકારે પોતાના અકુશળ, અર્ધકુશળ, કુશળ અને અન્ય શ્રેણીના કારીગરો માટે માસિક ભથ્થા (Dearness Allowance)માં વધારાનો નિર્ણય કર્યો છે. આ વાતની જાણકારી દિલ્હીના ડેપ્યુટી મનીષ સિસોદિયા (Manish Sisodia) એ આપી છે.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube