ભારત આગળ ઝૂક્યું પાકિસ્તાન, ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મોહર; જાણો શેડ્યૂલ અંગે શું કહ્યું?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગે ICCએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલ પર કરવામાં આવશે. ICCએ પણ શેડ્યૂલને લઈને અપડેટ આપી છે.
Trending Photos
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગે ICCએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલ પર કરવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પોતપોતાની જીદ પર અડગ હતા. પરંતુ અંતે નિર્ણય ભારતની તરફેણમાં આવ્યો. મેગા ઈવેન્ટનું આયોજન માત્ર હાઈબ્રિડ મોડલ પર કરવામાં આવશે. જો કે, ICCએ આ નિર્ણય માટે પાકિસ્તાનની શરત સ્વીકારી લીધી છે.
ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કેટલીક મેચોની યજમાની પાકિસ્તાનના હાથ હશે. જ્યારે કેટલીક મેચો અન્ય દેશોમાં યોજાશે. ICCએ તેની સત્તાવાર જાહેરાતમાં લખ્યું છે કે, 'ICC ઈવેન્ટ્સમાં ભારત અને પાકિસ્તાન દ્વારા આયોજિત મેચ અંગે અપડેટ જાહેર કરવામાં આવી છે. ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં અને એક તટસ્થ સ્થળે રમાશે. ICC બોર્ડે ગુરુવારે 19 ડિસેમ્બરના રોજ પુષ્ટિ કરી હતી કે, 2024-2027ના અધિકાર ચક્ર દરમિયાન કોઈપણ દેશ દ્વારા ICC ઇવેન્ટ્સમાં ભારત અને પાકિસ્તાનની મેચો તટસ્થ સ્થળે રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી ક્યારે શરૂ થશે?
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત ફેબ્રુઆરીમાં થશે અને માર્ચ 2025માં સમાપ્ત થશે. ICCની જાહેરાત અનુસાર ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 જેનું યજમાની ભારત દ્વારા કરવામાં આવવાનું હતું, પરંતુ આ ટૂર્નામેન્ટમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો તટસ્થ સ્થળો પર રમાશે. આ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 (ભારત અને શ્રીલંકા દ્વારા યજમાન) પર પણ લાગુ થશે. ICCએ આ વાત પર પણ પુષ્ટિ કરી કે, PCBને 2028માં ICC મહિલા T20 વર્લ્ડ કપની યજમાની કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જ્યાં તટસ્થ સ્થળ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
ટૂંક સમયમાં સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવશે
ICCએ કહ્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા 2029થી 2031ના સમયગાળા દરમિયાન ICCની વરિષ્ઠ મહિલા ઈવેન્ટ્સમાંથી એકની યજમાની કરવા માટે તૈયાર છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ ટૂંક સમયમાં કન્ફર્મ કરવામાં આવશે, જેમાં પાકિસ્તાન 2017માં જીતેલા ટાઇટલને જાળવી રાખવાનું લક્ષ્ય રાખશે. આઠ ટીમોની આ ઈવેન્ટમાં યજમાન પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભાગ લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે