7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) પર એક નવું અપડેટ આવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી જાન્યુઆરી 2024 માટે મોંઘવારી ભથ્થું વધારીને હવે 50 ટકા થઈ ચૂક્યું છે. આવામાં તેની ગણતરી હવે બદલાશે અને જુલાઈ 2024થી મળનારું મોંઘવારી ભથ્થું શૂન્ય (ઝીરો) થી શરૂ થશે કે શું? આ અંગે ખુબ ચર્ચાઓ પણ ચાલી રહી છે. આવું એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કારણ કે પહેલાના નિયમો મુજબ મોંઘવારી ભથ્થું જેવું 50 ટકા પહોંચે કે તેને શૂન્યથી ગણતરી કરવામાં આવે છે. જેને પગલે સરકારી કર્મચારીઓને ફાયદો થશે કે નુક્સાન તે અહીંથી જાણી લેજો..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘવારી ભથ્થું શૂન્યથી કેલ્ક્યુલેટ થશે


અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસના એક રિપોર્ટ મુજબ હવે જુલાઈ 2024થી મળનારું મોંઘવારી ભથ્થું શૂન્યથી કેલ્ક્યુલેટ થશે. પરંતુ તેનો આંકડો જાન્યુઆરીથી જૂન વચ્ચે AICPI ઈન્ડેક્સના આધારે નક્કી થશે. જાન્યુઆરી AICPI નાં આંકડા ફેબ્રુઆરીમાં રિલીઝ કરી દેવાયા હતા. જે મુજબ મોંઘવારી ભથ્થામાં 1 ટકાનો ઉછાળો આવી ચૂક્યો છે. એટલે કે 51 ટકા થઈ ગયું છે. પરંતુ ફેબ્રુઆરી AICPI ઈન્ડેક્સના નંબર હજુ બહાર પડ્યા નથી. ત્યારે આવામાં સવાલ એ છે કે શું તેને શૂન્ય કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે? 


શૂન્યથી શરૂ થશે ગણતરી
વર્ષ 2024મા કેન્દ્રીય કર્મચારીઓ (કેન્દ્ર સરકારના કર્મચારીઓ)ના મોંઘવારી ભત્થા (ડીએ)નું ગણિત બદલાવવા જઈ રહ્યું છે. હકીકતમાં 1 જાન્યુઆરીથી કર્મચારીઓનું ડીએ 50 ટકા થઈ ચૂક્યું છે. નિયમ મુજબ 50 ટકા મોંઘવારી  ભથ્થું થયા બાદ તેને બેઝિક સેલરીમાં મર્જ કરીને શૂન્યથી તેની ગણતરી શરૂ થશે. પરંતુ લેબર બ્યૂરો તરફથી હજુ સુધી તેના પર કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. એટલે કે હજુ મોંઘવારી ભથ્થાની ગણતરી 50 ટકાથી આગળ જ ચાલશે. પરંતુ શૂન્ય ક્યારે કરાશે?


બેઝિક પગારમાં મર્જ થશે 50 ટકા ડીએ
સરકારે વર્ષ 2016માં 7માં પગાર પંચને લાગૂ કરતી વખતે મોંઘવારી ભથ્થાને શૂન્ય કરી દીધુ હતું. નિયમો મુજબ મોંઘવારી  ભથ્થું જેવું 50 ટકા સુધી પહોંચે કે તેને શૂન્ય કરી દેવાશે અને 50 ટકા મુજબ જે પૈસા ભથ્થા તરીકે કર્મચારીઓને મળતા હશે તેને બેઝિક પગાર એટલે કે લઘુત્તમ વેતનમાં જોડવામાં આવશે. માની લો કે કોઈ કર્મચારીનો બેઝિક પગાર 18000 રૂપિયા છે તો તેને 50 ટકા ડીએના 9000 રૂપિયા મળશે. પરંતુ 50 ટકા ડીએ થતા તેને બેઝિક પગારમાં જોડીને ફરીથી મોંઘવારી ભથ્થું શૂન્ય કરી દેવાશે. તેનો અર્થ એ થયો કે બેઝિક પગારનું રિવિઝન થઈને 27000 રૂપિયા થઈ જશે. 


કેમ શૂન્ય થશે DA?
જ્યારે પણ નવું પગાર ધોરણ લાગૂ કરવામાં આવે છે ત્યારે કર્મચારીઓને મળતા DA ને મૂળ વેતનમાં જોડી દેવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે આમ તો નિયમ મુજબ કર્મચારીઓને મળતા પૂરા ડીએને મૂળ વેતન સાથે જોડવું જોઈએ પરંતુ આવું થઈ શકતું નથી. નાણાકીય પરિસ્થિતિ આડે આવે છે. જો કે વર્ષ 2016માં આવું કરવામાં આવ્યું હતું. તે પહેલા વર્ષ 2006માં જ્યારે છઠ્ઠું પગાર પંચ આવ્યું તો તે સમયે પાંચમા પગારપંચમાં ડિસેમ્બર સુધી 187 ટકા ડીએ મળતું હતું. પૂરેપૂરા ડીએને મૂળ પગારમાં મર્જ કરાયું હતું. આથી છઠ્ઠા પગાર પંચનો ગુણાંક 1.87 હતો. ત્યારે નવા વેતન બેન્ડ અને નવા ગ્રેડ વેતન પણ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેને આપવામાં 3 વર્ષ લાગ્યા હતા. 


ક્યારે શૂન્ય થશે મોંઘવારી ભથ્થું?
એક્સપર્ટ્સનું માનીએ તો જુલાઈમાં નવું મોંઘવારી ભથ્થું કેલ્ક્યુલેટ થશે. કારણ કે સરકાર વર્ષમાં બે વાર જ મોંઘવારી ભથ્થું વધારે છે. જાન્યુઆરી માટે માર્ચમાં મંજૂરી આપી દેવાઈ છે. હવે આગામી રિવિઝન જુલાઈ 2024થી લાગૂ થવાનું છે. આવામાં મોંઘવારી ભથ્થું પણ ત્યારે મર્જ કરવામાં આવશે અને શૂન્યથી તેની ગણતરી કરાશે. એટલે કે જાન્યુઆરીથી જૂન 2024ના AICPI ઈન્ડેક્સથી નક્કી થશે કે મોંઘવારી ભથ્થું 3 ટકા, 4 ટકા કે કેટલું વધશે. આ સ્થિતિ સ્પષ્ટ થતા જ કર્મચારીઓના બેઝિક પગારમાં 50 ટકા મોંઘવારી ભથ્થાને પણ જોડી દેવામાં આવશે. 


(અહેવાલ સાભાર- ઝી બિઝનેસ)


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube