7th Pay Commission news: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. તેમની આતૂરતાનો અંત આવી ગયો છે. જુલાઈ 2024થી લાગૂ થનાર મોંઘવારી ભથ્થાની ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં તેની જાહેરાત થવાની છે. મહત્વનું છે કે AICPI ઈન્ડેક્સના જાન્યુઆરીથી જૂન 2024ના આંકડાથી સ્પષ્ટ થઈ ગયું છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે. સાતમાં પગાર પંચ (7th Pay Commission)હેઠળ પગાર મેળવનાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને તેનો સીધો ફાયદો મળશે. જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું 50 ટકા મળી રહ્યું છે. જૂન મહિનામાં AICPI ઈન્ડેક્સમાં 1.5 પોઈન્ટની તેજી આવી છે. તેનાથી મોંઘવારી ભથ્થાના સ્કોરમાં પણ વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3% થશે DA Hike
જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા AICPI-IW ઈન્ડેક્સના નંબર્સથી નક્કી થઈ ગયું છે કે જુલાઈ 2024થી કર્મચારીઓને 3 ટકા મોંઘવારી ભથ્થું વધીને મળશે. જૂન AICPI ઈન્ડેક્સમાં 1.5 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. મેમાં 139.9 પર હતો, જે વધીને 141.4 પહોંચી ગયો છે. મોંઘવારી ભથ્થાનો સ્કોર 53.36 થઈ ગયો છે. તેનાથી સ્પષ્ટ છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થશે. જાન્યુઆરીમાં ઈન્ડેક્સનો નંબર 138.9 પોઈન્ટ પર હતો, જેનાથી મોંઘવારી ભથ્થું વધી 50.84 ટકા થઈ ગયું હતું. 


આ પણ વાંચોઃ ગુજરાતની આ કંપનીને મળ્યો સૌથી મોટો વિંડ એનર્જી ઓર્ડર, શેરમાં આવી જોરદાર તેજી


કયા મહિનામાં મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું?
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બરના અંતમાં થવાની છે. પરંતુ, તેનો અમલ જુલાઈ 2024થી જ થશે. વચ્ચેના મહિનાઓ માટે ચૂકવણી બાકી રહેશે. 7મા પગારપંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને 53 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. સૂત્રોનું માનીએ તો 25 સપ્ટેમ્બરે યોજાનારી કેબિનેટ બેઠકમાં તેની જાહેરાત થઈ શકે છે. આને એજન્ડામાં સામેલ કરવામાં આવ્યો છે. માત્ર ઔપચારિક જાહેરાત બાકી છે.


ત્રણ મહિનાનું મળશે એરિયર
સૂત્રો પ્રમાણે ભલે મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બરના અંતમાં થશે, પરંતુ તેની ચુકવણી ઓક્ટોબરના પગારની સાથે કરી શકાય છે. આવી સ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોને 3 મહિનાનું એરિયર પણ મળશે. આ એરિયર પાછળ મળી રહેલા મોંઘવારી ભથ્થા અને નવા મોંઘવારી ભથ્થા વચ્ચેના અંતરનું હશે. અત્યારે 50 ટકા  DA અને DR મળી રહ્યું છે. હવે તે વધીને 53 ટકા થશે. તેવામાં 50 ટકા એરિયરની ચુકવણી થશે. તેમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સામેલ છે.


આ પણ વાંચોઃ EPFO Rules 2024: PF ખાતામાંથી પૈસા ઉપાડવા પર લાગશે 30% ટેક્સ, આ રીતે રૂપિયા બચાવો


શૂન્ય નહીં થાય મોંઘવારી ભથ્થું
કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે ઝીરો (0) થશે નહીં. મોંઘવારી ભથ્થાની ગણતરી ચાલતી રહેશે. તેને લઈને કોઈ નિયમ નક્કી નથી. છેલ્લે આમ કરવામાં આવ્યું હતું, ત્યારે બેસ યરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે બેસ યર બદલવાની હાલ જરૂર નથી અને તેવી કોઈ ભલામણ નથી. તેથી કેન્દ્રીય કર્મચારીઓ માટે આગળની ગણતરી 50 ટકાથી આગળ થશે.