7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, DA નહીં એક સાથે મળશે ત્રણ ભથ્થાનો ફાયદો
DA Hike: સરકાર તરફથી મોંઘવારી ભથ્થું (Dearness Allowance) વધારવાની સાથે અન્ય ભથ્થામાં પણ વધારો થાય છે. કર્મચારીઓ અને પેન્શનરોને તેનો ફાયદો જુલાઈ 2023થી મળવાનું શરૂ થઈ જશે. પરંતુ હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી.
નવી દિલ્હીઃ 7th Pay Commission Latest News: કેન્દ્ર સરકાર તરફથી એકવાર ફરી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો છે. ભથ્થામાં વધારો 1 જુલાઈથી લાગૂ થશે. પરંતુ મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે કેન્દ્રીય કર્મચારીઓને ઘણા પ્રકારના ફાયદા થશે. તેનાથી તેના પગારમાં મોટો વધારો થશે. હકીકતમાં સરકાર તરફથી મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે અન્ય ભથ્થામાં વધારો થાય છે. કર્મચારીઓ અને પેન્શનરોને તેનો ફાયદો જુલાઈ 2023થી મળશે. પરંતુ તેને લઈને હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
પીએફ અને ગ્રેચ્યુટીમાં પણ ઉછાળ આવશે
કર્મચારીઓને 1 જુલાઈથી જે ભથ્થાનો ફાયદો મળશે, તેમાં ટ્રાવેલ એલાઉન્સ (Travel Allowance) અને સિટી એલાઉન્સ (City Allowance) સામેલ છે. આ સિવાય મોંઘવારી ભથ્થું વધવા પર પ્રોવિડેન્ટ ફંડ (Provident Fund) અને ગ્રેચ્યુટી (Gratuity) માં પણ વધારો થશે. કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 42 ટકાથી વધારી 46 ટકા થવાની આશા છે. જાણકારોનું કહેવું છે કે ડીએ વધવાની અસર ટ્રાવેલ એલાઉન્ટ પર પણ પડશે.
આ પણ વાંચોઃ 11 વર્ષની આ છોકરી દર મહિને કમાય છે 1 કરોડ રૂપિયા, જાણો કયો કરે છે બિઝનેસ
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને જલસા
કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ બેનિફિટ પણ મળવાની આશા છે. મોંઘવારી ભથ્થું વધવાથી તેનો પગાર, પ્રોવિડેન્ટ ફંડ અને ગ્રેચ્યુટી પણ વધશે. હકીકતમાં પીએફ અને ગ્રેચ્યુટીની ગણના બેસિક સેલેરી+મોંઘવારી ભથ્થાના આધારે થાય છે. ડીએ વધ્યા બાદ આ ભથ્થામાં વધારો થવાનું નક્કી છે. આ ફેરફાર બાદ માત્ર કર્મચારીઓ જ નહીં, પેન્શનરોને પણ જલસા થઈ જશે. તેને મોંઘવારી રાહતનો ફાયદો મળશે.
આ પણ વાંચોઃ હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી ગ્રુપને મોરેશિયસથી મળી મોટી રાહત
મોંઘવારી રાહત વધીને 46 ટકા થવાની આશા
મોંઘવારી ભથ્થાની સાથે મોંઘવારી રાહત પણ લિંક હોય છે. કર્મચારીઓની સેવાનિવૃત્તિ બાદ આ મોંઘવારી રાહત તરીકે મળે છે. મોંઘવારી રાહત પણ 42 ટકાથી 46 ટકા થઈ શકે છે. તેનાથી કર્મચારીઓના પેન્શનમાં વધારો થશે. ડીએમાં વધારાની જાહેરાત સપ્ટેમ્બરમાં થઈ શકે છે. પરંતુ તે મળવાની શરૂઆત 1 જુલાઈથી થશે. આ વિશે હજુ સુધી સરકારે કોઈ જાણકારી આપી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube