20 સિક્સર... 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ ખુંખાર બેટ્સમેને ફટકારી સૌથી ફાસ્ટ બેવડી સદી
Fatest Double Century: 21 વર્ષીય ભારતીય બેટ્સમેને અંડર-23 સ્ટેટ એ ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો હતો. આ બેટ્સમેને અનેક ફોગ્ગા અને સિક્સર ફટકારીને સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
Trending Photos
Sameer Rizvi Fatest Double Century: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝ રમાઈ રહી છે. આ દરમિયાન ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા યુવા ભારતીય બેટ્સમેનો પોતાની તોફાની બેટિંગથી ઈતિહાસ રચી રહ્યા છે. અંડર-23 સ્ટેટ એ ટ્રોફીમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનું કારનામું કરનાર 21 વર્ષનો સ્ટાર સમીર રિઝવી તુફાન બની ગયો છે. ઉત્તરપ્રદેશના કેપ્ટન સમીર રિઝવીએ શનિવારે વડોદરામાં ત્રિપુરા સામે મેન્સ અંડર-23 સ્ટેટ એ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી.
ચોગ્ગા અને સિક્સરનું આવ્યું તોફાન
21 વર્ષના સમીર રિઝવીએ સ્થાનિક ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. ત્રિપુરા સામે પુરુષોની અંડર-23 સ્ટેટ એ ટ્રોફી મેચમાં ઉત્તરપ્રદેશની આગેવાની કરતા રિઝવીએ માત્ર 97 બોલમાં અણનમ 201 રન બનાવ્યા હતા. તેની વિસ્ફોટક ઇનિંગમાં 13 ચોગ્ગા અને 20 ઉંચા-ઉંચા સિક્સરનો સમાવેશ થાય છે, જેમણે ત્રિપુરાના બોલરોની ધોલાઈ કરી નાખી હતી. રિઝવી 23મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો અને એકલા હાથે પોતાની ટીમને 405 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી.
શાનદાર ફોર્મમાં રિઝવી
રિઝવી શાનદાર ફોર્મમાં છે. તેની બેવડી સદી ઉપરાંત તેમણે સતત બે શાનદાર ઇનિંગ્સ રમી છે. એક મેચમાં 153 રન અને બીજી મેચમાં 137 અણનમ રન બનાવ્યા હતા. આ વિસ્ફોટક ઇનિંગ્સ મેચ વિનર તરીકે તેની ક્ષમતા દર્શાવે છે. દિલ્હી કેપિટલ્સે તેને આગામી IPL સિઝન પહેલા પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તેના વર્તમાન શાનદાર ફોર્મ સાથે રિઝવી આગામી IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે મહત્વનો ખેલાડી બની શકે છે.
2️⃣0️⃣1️⃣* runs
9️⃣7️⃣ balls
2️⃣0️⃣ Sixes
1️⃣3️⃣ fours
Watch 🎥 highlights of Uttar Pradesh captain Sameer Rizvi's record-breaking fastest double century in Men's U23 State A Trophy, against Arunachal Pradesh in Vadodara 🔥#U23StateATrophy | @IDFCFIRSTBank pic.twitter.com/WiNI57Tii6
— BCCI Domestic (@BCCIdomestic) December 21, 2024
CSKએ કરોડોમાં ખરીદ્યો હતો
વર્તમાન અંડર-23 ટૂર્નામેન્ટમાં રિઝવીની આ ત્રીજી સદી હતી. તે હવે ચાર ઇનિંગ્સમાં 518 રન સાથે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ બેટ્સમેને પહેલીવાર હેડલાઈન્સ બનાવી જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 2024 માટે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઓક્શનમાં રૂ. 8.40 કરોડની મોટી રકમમાં સાઈન કર્યો હતો. તેમણે 2024 સિઝન દરમિયાન 5 ઇનિંગ્સમાં 118ના સ્ટ્રાઇક રેટથી 51 રન બનાવ્યા હતા. જો કે, CSKએ તેને IPL 2025 સિઝન પહેલા રિલીઝ કર્યો હતો, ત્યારબાદ રિઝવીને દિલ્હી કેપિટલ્સે 90 લાખ રૂપિયામાં ઓક્શનમાં ખરીદ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે