7th Pay Commission: તહેવારોની સીઝનમાં સરકારી કર્મચારીઓને મળશે ડબલ ખુશખબર, DAમાં થશે વધારો
7th Pay Commission: આ વર્ષે તહેવારની સીઝનમાં મોંઘવારી ભથ્થામાં વધારા સાથે-સાથે આગામી વર્ષે પણ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાનો માર્ગ મોકળો થઈ શકે છે. સરકાર નવરાત્રિમાં કર્મચારીઓને ખુશખબર આપી શકે છે.
નવી દિલ્હીઃ 7th Pay Commission: કેન્દ્ર સરકારની અંદર કામ કરનારા કર્મચારી લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની માંગ કરી રહ્યાં છે. સરકાર તરફથી આ તહેવારની સીઝનમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકાય છે. ડીએમાં વધારા સિવાય કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ખુશખબર મળી શકે છે.
આગામી વર્ષે પણ વધી શકે છે ડીએ
આ વર્ષે તહેવારોની સીઝનમાં મોંઘવારી ભથ્થામાં વધારા સાથે આગામી વર્ષે પણ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાનો માર્ગ મોકળો થતો જોવા મળી રહ્યો છે. જો કંઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સના આંકડા પર નજર કરીએ તો જૂનમાં આ આંકડો 129.2 પર હતો, જે જુલાઈ 2022માં વધી ગયો છે. પરંતુ હજુ 5 મહિનાના આંકડા આવવાના બાકી છે, ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારાનો માર્ગ મોકળો થઈ જશે.
આ પણ વાંચોઃ કોન્ડોમ બનાવનારી કંપનીનો જલદી આવશે IPO, રોકાણ માટે રહો તૈયાર
આ મહિને 4 ટકા વધી શકે છે ડીએ
કેન્દ્રીય કર્મચારીઓને મળનાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો નક્કી થઈ ચુક્યો છે. મીડિયાટમાં ચાલી રહેલા અહેવાલો અનુસાર આ મહિનાની 28 તારીખે નવરાત્રિ પર કેન્દ્ર સરકાર દ્વારા ડીએમાં વધારાની જાહેરાત કરી શકાય છે. 28 સપ્ટેમ્બરે કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી મળી શકે છે. જાન્યુઆરીથી જૂન સુધીના આંકડાના આધાર પર જુલાઈ 2022 માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત થઈ શકે છે.
આ મહિને ડીએમાં થશે વધારો
કેન્દ્રીય કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો નક્કી થઈ ચુક્યો છે. કેન્દ્ર સરકાર નવરાત્રિમાં મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે. જો સરકાર જાહેરાત કરી દેશે તો કેન્દ્રના લાખો કર્મચાચીઓને તેનો લાભ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube