ભાઈ, લસણ કેટલાનું છે? શાકભાજી માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી; મહિલાઓ સાથે મોંઘવારી પર કરી વાતચીત

Rahul Gandhi in Delhi Vegetable Market: GSTના કારણે મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. આ જ મુદ્દાને લઈને રાહુલ ગાંધી સંસદથી સડક સુધી સરકારને ઘેરતા રહ્યા છે. આ વખતે પણ તેમણે માત્ર શાકભાજી માર્કેટની મુલાકાત જ ન લીધી હતી. 

ભાઈ, લસણ કેટલાનું છે? શાકભાજી માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી; મહિલાઓ સાથે મોંઘવારી પર કરી વાતચીત

Rahul Gandhi in Delhi Vegetable Market: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો અનોખો અંદાજ સામે આવ્યો. આ વખતે રાહુલ ગાંધી દિલ્હીના શાકભાજી બજારમાં પહોંચ્યા. જ્યાં તેમણે સામાન્ય ગ્રાહકની જેમ વેપારીઓને શાકભાજીનો ભાવ પૂછ્યો અને બજારમાં હાજર ગ્રાહકો સાથે પણ વાતચીત કરી. ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાતથી શું સામે આવ્યું? ચાલો જાણીએ.

રાહુલ ગાંધી અનેકવાર કોમનમેન બનીને લોકોની વચ્ચે પહોંચે છે અને શું મુશ્કેલી પડી રહી છે તે જાણવાનો તે પ્રયાસ કરતા રહ્યા છે. મંગળવારે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો. જેમાં તે દિલ્લીના શાકભાજી માર્કેટમાં પહોંચ્યા. જ્યાં તેમણે શાકભાજી પણ ખરીદી અને સામાન્ય ગ્રાહકની જેમ શાકભાજીનો શું ભાવ છે તે અંગે પણ જાણકારી મેળવી.

  • દિલ્લીના શાકભાજી માર્કેટ પહોંચ્યા
  • શાકભાજીના ભાવ વિશે મેળવી જાણકારી
  • વીડિયો પોસ્ટ કરી સાધ્યું સરકાર પર નિશાન
  • લોકોનો અવાજ બની સરકારને જગાડવાનો પ્રયાસ
  • ક્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થશે?

દિલ્હી HCનો ઐતિહાસિક નિર્ણય;દુષ્કર્મ-એસિડ એટેકમાં પીડિતને હોસ્પિટલમા મળશે મફત સારવાર

રાહુલ ગાંધીએ મહિલાઓ સાથે કરી વાતચીત
રાહુલ ગાંધીએ આ વીડિયો પોસ્ટ કરીને કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે. વીડિયોમાં રાહુલ ગાંધીનો અનોખો અવતાર જોવા મળ્યો. જેમાં તેમણે શાકભાજીના વધતા ભાવે કેવી રીતે મહિલાઓનું બજેટ બગાડ્યું તે જાણવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધી ગિરી નગરમાં સ્થાનિક મહિલાના ઘરે પહોંચ્યા. જ્યાં તેમણે મોંઘવારી વિશે તે શું વિચારે છે તેના વિશે જાણકારી મેળવી.

GSTના કારણે લોકોનું બજેટ ખોરવાઈ
GSTના કારણે મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. આ જ મુદ્દાને લઈને રાહુલ ગાંધી સંસદથી સડક સુધી સરકારને ઘેરતા રહ્યા છે. આ વખતે પણ તેમણે માત્ર શાકભાજી માર્કેટની મુલાકાત જ ન લીધી પરંતુ તેના દ્વારા તેમણે લોકોનો અવાજ બનીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે એ જોવાનું રહેશે કે ક્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં ઘડાટો થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news