7Th Pay Commission: જુલાઈમાં સરકાર વધારશે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, આટલો વધી જશે પગાર
7Th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ મહિનામાં ખુશખબર મળવાની છે. આ મહિને AICPI ઇન્ડેક્સના નંબરથી સ્પષ્ટ થઈ જશે કે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું કેટલું મળશે.
7Th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે જુલાઈનો મહિનો ખુશીનો ખજાનો લાવવાનો છે. આ મહિને આવનારા AICPI ઈન્ડેક્સના નંબરથી સ્પષ્ટ થઈ જશે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે. મોદી સરકાર ફરી કર્મચારીઓનો પગાર વધારવા જઈ રહી છે. સરકાર જુલાઈમાં ડીએમાં વધારો કરી શકે છે.
જુલાઈ મહિનામાં વધશે ડીએ
જુલાઈ મહિના માટે AICPI ઈન્ડેક્સનો નંબર મોંઘવારી ભથ્થા (Dearness Allowance-DA) નું કેલકુલેશન કરવા માટે અંતિમ ડેટા હશે. તેના આધાર પર જાણવા મળછે કે કર્મચારીઓના ડીએમાં 4 ટકા કે તેનાથી વધુનો વધારો થાય છે. આ વધારો 7માં પગાર પંચની ભલામણો અનુસાર થશે.
આ પણ વાંચોઃ Home Loan લેવાનો છે પ્લાન? આ 5 બેન્ક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, જાણો વિગત
સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં થઈ શકે છે જાહેરાત
તમને જણાવી દઈએ કે માર્ચ 2023માં સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો, જે જાન્યુઆરી 2023થી લાગૂ થયો છે. તેનું આગામી રિવીઝન જુલાઈ 2023માં થવાનું છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં દીવાળી પહેલા થઈ શકે છે.
4 ટકા વધારાની આશા
આ વખતે એવી આશા છે કે સરકાર ડીએમાં 4 ટકાનો વધારો કરી શકે છે. મે 2023 સુધી AICPI નો આંકડો 45.58 ટકા સુધી પહોંચી ગયો છે. હાલ સૂચકાંક 134.7 ટકા છે. જૂન મહિનાનો આંકડો આવવાનો બાકી છે. સરકારે જાન્યુઆરીથી જુલાઈના છમહિનામાં ડીએ અને ડીઆરમાં 4 ટકાનો વધારો કર્યો હતો. ત્યારબાદ કર્મચારીઓને મળનાર ડીએ વધીને 42 ટકા થઈ ગયું હતું. આ વખતે પણ ચાર ટકાનો વધારો થશે તો કર્મચારીઓનું ડીએ 46 ટકાએ પહોંચી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube