ગુજરાતના આ શહેરમાં ટ્રાફિકના કાયદા બન્યા કડક, નિયમ તોડ્યો સીધી પોલીસ ફરિયાદ થશે
Traffic Alert : સુરતમાં વર્ષ 2025 થી શહેર પોલીસ કડકાઇ અપનાવશે, હવે ટ્રાફિક નિયમ તોડશો તો દંડની સાથે પોલીસ ફરિયાદ થશે... ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરવું પડશે... જો નહીં કરો તો પોલીસ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે....
Trending Photos
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિક એક મોટો પડકાર બની રહી છે. સુરત પોલીસ કમિશનર અને મનપાના અધિકારીઓ દ્વારા ટ્રાફિક નિયમનને લઈને ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક સર્કલ નાના કરવા કે દૂર કરવા માટેના નિર્ણય કર્યા હતા. તે મુજબનું કામ પણ સુરત શહેરમાં છેલ્લા ત્રણથી ચાર મહિનામાં જોવા મળ્યું છે. ટ્રાફિક સિગ્નલ લગાડ્યા બાદ શહેરમાં અકસ્માતો ઓછા થયા છે, પરંતુ હજી ઘણા લોકો સતત ટ્રાફિક સિગ્નલ તોડતા હોવાનું જણાય આવ્યું છે. તેમ જ લોકો રોંગ સાઈડ ઉપર પણ ખૂબ મોટા પ્રમાણેની અંદર વાહન હંકારી રહ્યા છે. જેને કારણે શહેરમાં અકસ્માતો પણ થયા છે આ તમામ બાબતને હવે લોકોએ ગંભીરતાથી લેવી પડશે કારણ કે આવનાર દિવસોમાં સુરત પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડકાઈથી પગલાં લેવા માટેની તૈયારી કરી લીધી છે.
- સુરતમાં જાહેર રસ્તા પર સ્પીટિંગ કરનારા લોકો સામે પોલીસ FIR થશે...
- શહેર પોલીસ પાલિકા જોડે સંકલન સાંધી કાર્યવાહી કરાશે...
- સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારા ને પોલીસ શોધી ફરીયાદ દાખલ કરશે.
- શહેર પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની ચુસ્ત અમલવારી કરશે
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, રાજ્ય ગૃહમંત્રી, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં આવનાર દિવસોમાં ટ્રાફિક નિયમનને લઈને વધુ કડકાઈ રાખવામાં આવશે. અત્યાર સુધીમાં ગંભીર મુદ્દો એવો સામે આવ્યો છે કે, સિગ્નલ ઉપર વાહનચાલકો જ્યારે એકથી બે સેકન્ડ જોતા હોય છે ત્યારે પોતાનું વાહન ખૂબ ઝડપથી હંકારતા હોય છે. તેને કારણે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે. કારણ કે સિગ્નલ બંધ થતાની સાથે લોકો રોકાઈ જતા નથી, પરંતુ બે સેકન્ડ ત્રણ સેકન્ડ સુધી વધુ સમય લઈને સિગ્નલ પસાર કરવા માટેનો પણ પ્રયાસ કરતા હોય છે.
તેમણે વધુમાં કહ્યું કે, સામેથી જ્યારે સિગ્નલ ગ્રીન થઈ જાય છે ત્યારે સામેના છેડાથી વાહનચાલકો ઝડપથી નીકળવાનો પ્રયાસ કરે છે. જેથી માત્ર બેથી ત્રણ સેકન્ડની ઉતાવળના કારણે અકસ્માતો થઈ રહ્યા છે. આ બાબત ખૂબ જ ગંભીર છે આવનાર દિવસોમાં આવા વાહનચાલકો સામે FIR કરવા માટેનું પણ અમે વિચારી રહ્યા છે.
રસ્તા પર થૂંકનારા સામે પણ ફરિયાદ થશે
જાહેર રસ્તા ઉપર જે વાહન ચાલકો થૂંકી રહ્યા છે, તેમજ રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે પણ એફઆઇઆર દાખલ કરવાના છીએ. શહેર પોલીસ પાલિકા જોડે સંકલન સાંધી કાર્યવાહી કરશે. સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસ શોધી FIR દાખલ કરશે. શહેર પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની અમલવારી શરૂ કરશે.
આ પણ વાંચો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે