7th Pay Commission DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, આ દિવસે DA અંગે થશે મોટી જાહેરાત, તગડી રકમ મળશે
DA Hike: આજથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ગયો છે. આ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની જે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે ઈન્તેજારનો પણ હવે અંત આવવાની તૈયારી છે. સરકાર તરફથી તેની જાહેરાત થવાની છે.
DA Hike: આજથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ગયો છે. આ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની જે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે ઈન્તેજારનો પણ હવે અંત આવવાની તૈયારી છે. સરકાર તરફથી તેની જાહેરાત થવાની છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મોંઘવારી ભથ્થાની ઔપચારિક જાહેરાત 28 સપ્ટેમ્બરે એટલે કે ત્રીજા નોરતે કરવામાં આવશે. સપ્ટેમ્બરનો પગાર બે મહિનાના એરિયર સાથે આવશે.
AICPI ઈન્ડેક્સ વધવાના કારણે DA માં વધારો નક્કી
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને નક્કી કરવા માટે સરકાર તરફથી AICPI-IW (All India Consumer Price Index- Industrial Worker) ઈન્ડેક્સના આંકડાને આધાર બનાવવામાં આવે છે. AICPI-IW ના પહેલા છમાસિકના આંકડા બહાર પડી ચૂક્યા છે. જૂનમાં ઈન્ડેક્સ વધીને 129.2 પર પહોંચવાના કારણે ડીએમાં 4 ટકાનો વધારો નક્કી છે.
1 જુલાઈથી લાગૂ થશે નવું મોંઘવારી ભથ્થું
મોંઘવારી ભથ્થા(Dearness allowance) માં 4 ટકાનો વધારો થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 38 ટકા થઈ જશે. આ અગાઉ સરકાર તરફથી માર્ચમાં જાન્યુઆરીના મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે 31 ટકાથી વધારીને 34 ટકા કરવામાં આવ્યું હતું. હવે ફરી વધેલું મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે. નવરાત્રિના શુભ દિવસોમાં સરકાર તરફથી તેની ચૂકવણી થવાથી કર્મચારીઓના ખિસ્સામાં મોટી રકમ આવી શકશે.
કેટલું થશે ડીએ
મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવે તો તે 38 ટકા થઈ જશે. હાલ કેન્દ્રીય કર્મચારીઓને 34 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. ડીએના 38 ટકા થવાથી પગારમાં મોટો ઉછાળો આવશે. જો 4 ટકા ડીએ વધે તો ન્યૂનતમ અને મહત્તમ બેઝિક પગાર કેટલો વધશે?
મહત્તમ બેઝિક પગારની ગણતરી
1 કર્મચારીનો બેઝિક પગાર 56,900 રૂપિયા
2. નવું મોંઘવારી ભથ્થું (38%) 21,622 રૂપિયા/માસિક
3. વર્તમાન મોંઘવારી ભથ્થું (34%) 19,346 રૂપિયા/માસિક
4. કેટલું વધ્યું મોંઘવારી ભથ્થું 21,622-19,346 = 2260 રૂપિયા/માસિક
5. વાર્ષિક પગારમાં વધારો 2260 X12= 27,120 રૂપિયા
ન્યૂનતમ બેઝિક પગાર પર ગણતરી
1 કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા
2. નવું મોંઘવારી ભથ્થું (38%) 6,840 રૂપિયા/માસિક
3. વર્તમાન મોંઘવારી ભથ્થું (34%) 6,120 રૂપિયા/માસિક
4. કેટલું વધ્યું મોંઘવારી ભથ્થું 6840-6120 = 1080 રૂપિયા/માસિક
5. વાર્ષિક પગારમાં વધારો 720X12= 8640 રૂપિયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube