આ શું થઈ રહ્યું છે? ગુજરાતમાં વ્યાજખોરે બ્લડ કેન્સરનો ભોગ બનેલા યુવાનની પત્ની સાથે..., ફરિયાદ નોંધાઈ

ગુજરાતમાં વ્યાજના દૂષણના લીધે અનેક પરિવારના માળા વિખાઈ ગયેલ છે. અને અનેક પરિવારો વ્યાજખોરના ત્રાસના લીધે ઘર છોડીને જતાં રહ્યા હોય તેવી પણ ઘટનાઓ બનેલ છે તેવામાં મોરબીમાં એક ઘટના બની છે.

આ શું થઈ રહ્યું છે? ગુજરાતમાં વ્યાજખોરે બ્લડ કેન્સરનો ભોગ બનેલા યુવાનની પત્ની સાથે..., ફરિયાદ નોંધાઈ

હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબીમાં રહેતા યુવાનને કેન્સરની બીમારી છે અને તેના પિતાને પણ કેન્સર હતું જેથી કરીને દવાખાનાના કામ માટે પૈસાની જરૂર હતી અને આ યુવાને તેના મિત્ર પાસેથી 4.50 લાખ રૂપિયા 20 ટકા વ્યાજે લીધેલ હતા. જો કે, તેના પિતાનું કેન્સરના લીધેલ અવસાન થયું હતું અને તેની નોકરી જતી રહી હતી. જેથી વ્યાજખોરને તે સમયસર રૂપિયા ન આપી શકતા યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની તેમજ તેની પત્નીને ઘરે આવીને વ્યાજખોરે ફડાકા માર્યા હતા. આટલું જ નહીં છરી બતાવીને કોરા ચેકમાં સહી કરાવીને તે ચેકને બેંકમાં જમા કરાવીને ચેક બાઉન્સ કરીને યુવાને સામે કેસ કરેલ છે.

ગુજરાતમાં વ્યાજના દૂષણના લીધે અનેક પરિવારના માળા વિખાઈ ગયેલ છે. અને અનેક પરિવારો વ્યાજખોરના ત્રાસના લીધે ઘર છોડીને જતાં રહ્યા હોય તેવી પણ ઘટનાઓ બનેલ છે તેવામાં મોરબીમાં આવેલ રાજનગરમાં સંગાથ પેલેસ ફ્લેટ નં. 501 માં રહેતા અને સોલાર કંપનીમાં ડીઝાયનર અને માર્કેટીંગ સ્ટાફ તરીકે કામ કરતાં જયદીપભાઈ વાલજીભાઈ માણસુરીયા (36)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયસુખભાઈ ઉર્ફે જશાભાઈ મિયાત્રા રહે. શકત શનાળા મોરબી વાળની સામે ફરિયાદ નોંધાવેલ છે. 

જેમાં જણાવ્યુ છે કે, તેને છેલ્લા આઠેક વર્ષથી બ્લડ કેન્સર હોય તેની અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર ચાલી રહી છે. જો કે, તેના પિતાને મોઢાનું કેન્સર હતું જેથી કરીને આ યુવાનને રૂપિયાની જરૂર હતી અને તેને તેના મિત્ર જયસુખભાઈ મિયાત્રા પાસેથી 4.50 લાખ 20 ટકા વ્યાજે લીધેલ હતા જેની સામે અત્યાર સુધીમાં 5.50 લાખથી વધુ ચૂકવી દીધેલ છે. 

હાલમાં જે યુવાને ફરિયાદ કરેલ છે તેને લીધેલ રૂપિયા થી વધુ ચૂકવી દીધેલ છે, તો પણ વધુ 4.50 લાખની માંગણી કરીને ફરિયાદી પાસેથી લીધેલા ચેકને બેંકમાં જમા કરાવીને ચેક રિટર્નનો કેસ કરેલ છે. જો કે, આ યુવાનના પિતાનું કેન્સરના લીધે મોત થયું છે અને તેની નોકરી પણ જતી રહી છે. જેથી તે વ્યાજ સમયસર ન ચૂકવી શકતા જયસુખભાઈ મિયાત્રા તેના ઘરે આવ્યો હતો ત્યારે યુવાન હાજર ન હોય તેની માતા અને પત્નીને ગાળો આપી હતી અને ફરિયાદીના પત્નિ પુનમબેનને વ્યાજના પૈસાની ઉઘરાણી માટે ત્રણ ફડાકા માર્યા હતા. જે બાબતે ફરિયાદીએ આરોપીને ફોન કરતાં આરોપી તેના ઘર પાસે આવીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની તેમજ મોરબીમાં નહી રહેવા દેવાની ગર્ભીત ધમકી આપી હતી. જો કે, યુવાને ફરિયાદ નોંધાવતાની સાથે જ પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સામાન્ય રીતે દવાખાનના કામ માટે કે પછી ધંધા માટે લોકો રૂપિયા વ્યાજે લેતા હોય છે પરંતુ ગેરકાયદે વ્યાજના ધંધા કરનારા શખ્સો દ્વારા આવા જરૂરિયાતમંદો પાસેથી લાકડા જેવુ વ્યાજ લેવામાં આવે છે અને જો વ્યાજના રૂપિયા ન આપે આઠવ તો હપ્તો સમયસર ન આપવામાં આવે તો જાનથી મારી નાખવા સહિતની ધમકીઓ આપવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news