નવી દિલ્હીઃ  7th Pay Commission Update: કેન્દ્ર સરકારે (Central Government) નિવૃત્ત થનારા કર્મચારીઓ (Retiring Employees) ને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે નિવૃત્ત થતા કર્મચારીઓ માટે કમ્પોઝિટ ટ્રાન્સફર ગ્રાન્ટ (Composite Transfer Grant Rules)  ના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ (Central Government Employees) ને તેનો લાભ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CTG ની સીમાને ખતમ
જોકે, આ નિર્ણય હેઠળ ભારત સરકાર એવા કિસ્સામાં સીટીજી મર્યાદા (CTG Limits) ને નાબૂદ કરશે કે જ્યાં નિવૃત્ત કર્મચારી ફરજના છેલ્લા સ્ટેશન પર અથવા તેનાથી 20 કિલોમીટરથી વધુ દૂરના સ્ટેશન પર રહે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર એવા કર્મચારીઓને CTGનો એક તૃતીયાંશ ભાગ ચૂકવે છે, જેઓ ડ્યૂટીના અંતિમ સ્ટેશન પર અથવા તેનાથી 20 કિમીથી વધુ દૂર રહેતા નથી.


લઈ શકે છે સંપૂર્ણ સીટીજી
સરકારના જણાવ્યા અનુસાર, હવે નિવૃત્તિ પછી કેન્દ્રીય કર્મચારીઓ છેલ્લા સ્ટેશન અથવા અન્ય કોઈ જગ્યાએ સ્થાયી થવા માટે 100% CTG (અગાઉના મહિનાના મૂળ પગારના 80 ટકા) લઈ શકશે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે અનુદાનનો દાવો કરવા માટે રહેઠાણનું વાસ્તવિક પરિવર્તન ફરજિયાત છે. બીજી તરફ અન્ય કોઈ જગ્યાએ સ્થાયી થયેલા કર્મચારીઓને 100% CTG મળી શકે છે. આનો સૌથી વધુ લાભ નિવૃત્ત થતા કર્મચારીઓને મળશે.

સાવધાન! કોરોનાની આ દવા દરેક આપશો નહી, જાણો લો એક્સપર્ટએ શું આપી ચેતાવણી


મૂળ પગારના 100% મળશે સીટીજી
અત્યાર સુધીના નિયમો મુજબ ગત મહિનાના મૂળ પગારના 80 ટકાના આધારે કેન્દ્ર સરકાર પાસે જમા થાય છે. તો બીજી તરફ અંડમાન-નિકોબાર અને લક્ષદ્વીપ જેવા સ્થળોએ અથવા બહાર રહેતા કર્મચારીઓને તેમની નિવૃત્તિ પછી મૂળ પગારના 100 ટકા મળે છે.


ખર્ચ વિભાગે બહાર પાડ્યું જાહેરનામું
આ વિશે માહિતી આપતા ખર્ચ વિભાગે જણાવ્યું હતું કે, 'CTGના હેતુ માટે નિવૃત્તિ પછી ફરજના છેલ્લા સ્ટેશનથી આગળ 20 કિમીની શરત દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંપૂર્ણ CTG (એટલે ​​​​કે પાછલા મહિનાના મૂળ પગારના 80 ટકા) ફરજના છેલ્લા સ્ટેશન અથવા નિવૃત્તિ પછી ફરજના છેલ્લા સ્ટેશન સિવાયના સ્ટેશન પર સ્થાયી થવા માટે માન્ય રહેશે.


જાણો તમે કેવી રીતે કરી શકો છો દાવો
તમને જણાવી દઈએ કે CTG સરકાર દ્વારા આપવામાં આવતી એક વખતની ગ્રાન્ટ છે. આ ફરજના છેલ્લા સ્ટેશનથી નિવૃત્ત કર્મચારીઓને ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. આનો દાવો કરવા માટે, કેન્દ્ર સરકારના કર્મચારીઓએ નિર્ધારિત ફોર્મેટમાં રહેઠાણના ફેરફાર અંગે સ્વ-ઘોષણા પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. ત્યાર બાદ જ ક્લેમ ચૂકવી શકાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube