સાવધાન! કોરોનાની આ દવા દરેક આપશો નહી, જાણો લો એક્સપર્ટએ શું આપી ચેતાવણી

એક તરફ દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બીજી તરફ તેની સારવાર માટે વપરાતી દવાઓની ચર્ચાએ જોર પકડ્યું છે. કોરોનાની એન્ટિ-વાયરલ દવા મોલનુપીરાવીર (Molnupiravir) ને તેની સારવાર માટે રામબાણ દવા માનવામાં આવી રહી છે. 

સાવધાન! કોરોનાની આ દવા દરેક આપશો નહી, જાણો લો એક્સપર્ટએ શું આપી ચેતાવણી

નવી દિલ્હી: એક તરફ દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બીજી તરફ તેની સારવાર માટે વપરાતી દવાઓની ચર્ચાએ જોર પકડ્યું છે. કોરોનાની એન્ટિ-વાયરલ દવા મોલનુપીરાવીર (Molnupiravir) ને તેની સારવાર માટે રામબાણ દવા માનવામાં આવી રહી છે, પરંતુ સરકારે આ અંગે લોકોને સાવચેત કર્યા છે. ICMRએ સ્પષ્ટતા કરી છે કે હાલમાં આ દવાને કોરોનાવાયરસની સારવાર માટેના ક્લિનિકલ પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવશે નહીં.

યુવાનો પર  પડી શકે છે ખરાબ અસર
ICMR દ્વારા આવું કહેવાનું કારણ સ્પષ્ટ છે. આ દવા યુવાન લોકો, અપરિણીત મહિલાઓ અને સગર્ભા સ્ત્રીઓમાં બાળકો જન્મવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આરોગ્ય મંત્રાલયના રસીઓ માટેના ટેકનિકલ સલાહકાર જૂથના વડા ડૉ. એનકે અરોરાએ પણ દરેક કિસ્સામાં આ દવાનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.

નિષ્ણાતની સલાહ હળવા લક્ષણોવાળા દર્દીને દવા ન આપો
નિષ્ણાતોના મતે, મોલનુપીરાવીર ફક્ત 60 વર્ષથી વધુ ઉંમરના બીમાર કોરોનાવાયરસ દર્દીઓને જ આપવું જોઈએ. જ્યાં સુધી આ દવાનો વિગતવાર સ્ટડી બહાર ન આવે ત્યાં સુધી તેને સારવાર તરીકે દરેકને આપશો નહીં. ખાસ કરીને હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ અને હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓએ આ દવા ન લેવી જોઇએ.

DCGI એ ઈમરજન્સી ઉપયોગ માટે આપી દીધી છે મંજૂરી 
તમને જણાવી દઈએ કે આ દવાને 28 ડિસેમ્બરે ભારતના ડ્રગ કંટ્રોલર દ્વારા કોરોનાના ગંભીર કેસોની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. દવાનો ફાયદો 60 વર્ષથી ઉપરના વૃદ્ધો અથવા અન્ય કોઈ ગંભીર રોગ ધરાવતા લોકોમાં જોવા મળ્યો છે. પરંતુ ઘણા ડોકટરો તે યુવાનોને પણ આપી રહ્યા છે. સરકારી નિષ્ણાતો આવા કિસ્સાઓ ટાળવાની સલાહ આપી રહ્યા છે.

'હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુનું જોખમ ઘટાડે છે દવા'
ફાર્માસ્યુટિકલ કંપનીનો દાવો છે કે જો કોરોનાવાયરસ ચેપના 5 દિવસની અંદર આપવામાં આવે તો તે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના જોખમ બંનેને બચાવી શકે છે. ભારતની 13 કંપનીઓએ આ દવા બનાવવાની તૈયારી કરી લીધી છે. હાલમાં, આ દવા ફક્ત ડોકટરોના પ્રિસ્ક્રિપ્શન પર જ મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news