7th Pay Commission: 28 ટકા વધી શકે છે મોંઘવારી ભથ્થું, એક જુલાઇથી વધશે પગાર
પચાસ લાખથી વધુ કેંદ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેંશનર્સ મોંઘવારી ભથ્થામાં થનાર વધારા માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આશા છે કે જુલાઇ સુધી મોંઘવારી ભથ્થું 28 ટકા વધી શકે છે.
નવી દિલ્હી: પચાસ લાખથી વધુ કેંદ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેંશનર્સ મોંઘવારી ભથ્થામાં થનાર વધારા માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આશા છે કે જુલાઇ સુધી મોંઘવારી ભથ્થું 28 ટકા વધી શકે છે.
મોંઘવારી ભથ્થામાં વધારો
એઆઇસીપીઆઇ (AICPI) ના તાજા આંકડા અનુસાર જાન્યુઆરીથી જૂન 2021 માટે મોંઘવારી ભથ્થામાં ઓછામાં ઓછો 4 ટકાનો વધારો થઇ શકે છે. જોકે વધારામાં પ્રતિબંધ બાદ ખાસ લાભ સાથે સરકાર એક જુલાઇના રોજ મોંઘવારી ભથ્થાને લાગૂ કરવા જઇ રહી છે. આ ઉપરાંત જાન્યુઆરીથી જૂન 2020ના ત્રણ ટકા અને જુલાઇથી ડિસેમ્બર સુધી 4 ટકા મોંઘવારી ભથ્થાને કેંદ્રીય કર્મચારીઓને ઉમેરીને મળવાની આશા છે.
મોંઘવારી ભથ્થું 17 ટકાથી 28 ટકા વધવાની આશા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક જાન્યુઆરી, 2020, એક જુલાઇ 2020 અને એક જાન્યુઆરી 2021 ના ત્રણ હપ્તા કોરોના મહામારીના કારણે અટકાવી દીધા હતા.
શું કહ્યું અનુરાગ ઠાકુરે
માર્ચમાં કેંદ્રીય નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં કહ્યું હતું કે તમામ કેંદ્રીય સરકારી કર્મચારીઓને એક જુલાઇથી મોંઘવારી ભથ્થાનો પુરો ફાયદો મળશે. તેમણે એ પણ કહ્યું હતું કે ત્રણ પેડીંગ હપ્તા પણ જલદી મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube