7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક ખુશખબર, મોંઘવારી ભથ્થા બાદ હવે થશે આ ફાયદો!
કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચારનો સિલસિલો સતત ચાલુ છે. છેલ્લા દોઢ વર્ષથી મોંઘવારી ભથ્થા પર લાગેલી રોક હટ્યા બાદ હવે એક વધુ સારા સમાચાર આવ્યા છે.
7th Pay Commission Latest Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચારનો સિલસિલો સતત ચાલુ છે. છેલ્લા દોઢ વર્ષથી મોંઘવારી ભથ્થા પર લાગેલી રોક હટ્યા બાદ હવે એક વધુ સારા સમાચાર આવ્યા છે. સરકારે હવે કેન્દ્રીય કર્મચારીઓનું HRA (House Rent Allowance) પણ રિવાઈઝ કરી નાખ્યું છે. ત્યારબાદ હવે કર્મચારીઓના ઓગસ્ટમાં પગારમાં HRA પણ વધીને આવશે. સરકારના આદેશ મુજબ HRA એટલા માટે વધારવામાં આવ્યું છે કારણ કે મોંઘવારી ભથ્થું 25 ટકાથી વધુ થયું છે.
HRA આટલું થયું
કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારીને 28 ટકા કર્યું છે. આ જાહેરાત બાદ કેન્દ્ર સરકારે હાઉસ રેન્ટ અલાઉન્ટ પણ વધારીને 27 ટકા સુધી કર્યું છે. વાત જાણે એમ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડેચરે 7 જુલાઈ 2017ના રોજ એક આદેશ બહાર પાડ્યો હતો જેમાં કહેવાયું હતું કે જ્યારે મોંઘવારી ભથ્થું 25 ટકાથી વધુ થશે તો હાઉસ HRA પણ રિવાઈઝ કરવામાં આવશે. 1 જુલાઈથી ડિયરનેસ અલાઉન્સ વધારીને 28 ટકા કરવામાં આવ્યું છે. આથી HRA પણ રિવાઈઝ કરવું જરૂરી છે.
શહેર પ્રમાણે અલગ અલગ હોય છે HRA
નાણા મંત્રાલયના આદેશ મુજબ કેન્દ્રીય કર્મચારીઓને તેમના શહેરના આધારે HRA મળશે. શહેરોને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યાં છે. X, Y અને Z. રિવિઝન બાદ X કેટેગરીના શહેરો માટે HRA બેઝિક પેના 27 ટકા રહેશે. એ જ રીતે Y કેટેગરીના શહેરો માટે HRA બેઝિક પેના 18 ટકા રહેશે જ્યારે Z કેટેગરીના શહેરો માટે આ બેઝિક પે ના 9 ટકા રહેશે.
DA 50 ટકા ઉપર તો આટલું થશે HRA
જો કોઈ શહેરની વસ્તી 5 લાખને પાર કરી જાય તો તે Z કેટેગરીમાંથી Y કેટેગરીમાં અપગ્રેડ થઈ જાય છે. એટલે કે ત્યાં 9 ટકાની જગ્યાએ 18 ટકા HRA મળશે. જે શહેરની વસ્તી 60 લાખથી વધુ થાય તે X કેટેગરીમાં આવે છે. ત્રણેય કેટેગરી માટે ન્યૂનતમ હાઉસ રેન્ટ અલાઉન્સ 5400, 3600 અને 1800 રૂપિયા હશે. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડેચરના જણાવ્યાં મુજબ જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા ઉપર જશે ત્યારે HRA X, Y અને Z શહેરો માટે 30 ટકા, 20 ટકા અને 10 ટકા કરી નાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube