Weather Updates: ઉત્તરાખંડમાં વાદળ ફાટતા 3 લોકોના મોત, મુંબઈ-દિલ્હીમાં હાલ બેહાલ, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. જ્યારે ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત થયા છે તથા રાહત અને બચાવકાર્ય એસડીઆરએફની ટીમ પણ લાગી છે. 

Weather Updates: ઉત્તરાખંડમાં વાદળ ફાટતા 3 લોકોના મોત, મુંબઈ-દિલ્હીમાં હાલ બેહાલ, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી/મુંબઈ: ભારે વરસાદ (Rain) બાદ દિલ્હી અને મુંબઈના હાલ બેહાલ થઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મૂશળધાર વરસાદના કારણે મુંબઈમાં રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે. જ્યારે ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. જ્યારે ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત થયા છે તથા રાહત અને બચાવકાર્ય એસડીઆરએફની ટીમ પણ લાગી છે. 

ઘટના બાદથી ચાર લોકો હજુ ગુમ
SDRF ના ઈન્સ્પેક્ટર જગદંબા પ્રસાદે જણાવ્યું કે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના માંડો ગામમાં ગઈ કાલે મોડી રાતે વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ચાર લોકો લાપત્તા છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બચાવ અને રાહ્ત કાર્યમાં તેજી લાવવાના આદેશ આપ્યા છે. 

— ANI (@ANI) July 19, 2021

પશ્ચિમ યુપીમાં ભારે વરસાદની ચેતવણી
ભારતીય હવામાન ખાતાએ સોમવારે પશ્ચિમી ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ દરમિયાન રામપુર અને બરેલીમાં ખુબ વરસાદ પડી શકે છે. જ્યારે શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, ગૌંડા, હરદોઈ, સીતાપુર, લખીમપુર, અને સંતકબીર નગરના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની વકી છે. 

મુંબઈમાં 3 દિવસમાં સમગ્ર સીઝનનો 30 ટકા વરસાદ નોંધાયો
મુંબઈમાં રવિવારે હાલના ચોમાસા સીઝનનો બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો. શહેરમાં એક જૂન બાદથી 1811 મિમી વરસાદ નોંધાયો છે. જે સપ્ટેમ્બરના અંત સુધીમાં મુંબઈમાં થનારા સામાન્ય વરસાદમો 85 ટકા કરતા પણ વધુ છે. હવામાન ખાતાના આંકડા મુજબ મુંબઈમાં છેલ્લા 3 દિવસમાં 661.5 મિમી વરસાદ થયો છે. જે સમગ્ર ચોમાસામાં થતા વરસાદનો 30 ટકા છે.

દિલ્હી એનસીઆરમાં રસ્તાઓ પર પાણી ભરાયું
દિલ્હી એનસીઆરમાં આજે સવારે થયેલા ભારે વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રસ્તા પાણીમાં ડૂબી ગયા છે. અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો છે. આ કારણે જનજીવન ખોરવાયું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આજે  દિલ્હીમાં વાદળ છવાયેલા રહેવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી છે. 

— ANI (@ANI) July 19, 2021

આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ આજે ઉત્તર ભારત સહિત ગુજરાત, મધ્ય પ્રદેશ, અને પૂર્વ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ વીજળી ચમકવાની અને 23 જુલાઈ સુધીમાં ભારે વરસાદની આગાહી જણાવી છે. આઈએમડીએ જણાવ્યું કે પશ્ચિમી હિમાલય ક્ષેત્ર (જમ્મુ કાશ્મીર, લદાખ, ગિલગિટ બાલ્ટિસ્થાન અને મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ) અને તેની સાથે જોડાયેલા ઉત્તર-પશ્ચિમ ભારત-પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, અને મધ્ય પ્રદેશના ઉત્તરી ભાગોમાં 18થી 21 જુલાઈ સુધીમાં ભારે વરસાદથી અતિ ભારે વરસાદની આગાહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news