નવી દિલ્હીઃ 7th Pay Commission: દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો જ્યાં મોંઘવારી ભથ્થા (DA Hike)અને મોંઘવારી રાહત (DA hike)માં વધારાની રાહ જોઈ રહ્યાં છે. તો આ વખતે તેમાં કેટલો વધારો થશે તેનો પેચ ફસાઈ રહ્યો છે. પીટીઆઈના હવાલાથી સમાચાર આવી રહ્યાં છે કે કેન્દ્ર સરકાર આ વખતે તેમાં ત્રણ ટકાનો વધારો કરવાનો પ્લાન બનાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના મહાસચિવ સિવ ગોપાલ મિશ્રાનું પણ કહેવુ છે કે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવા ઈચ્છે છે. જ્યારે શ્રમ મંત્રાલય તરફથી જારી AICPI આંકડાના આધાર પર કર્મચારી અને પેન્શનર્સ ડીએમાં ચાર ટકાના વધારાની માંગ કરી રહ્યાં છે. 


હાલમાં સરકાર તરફથી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર જલદી તેની જાહેરાત કરી શકે છે. જાણવા મળી રહ્યું છે કે રક્ષાબંધન અને દિવાળી વચ્ચે કેન્દ્ર સરકાર ગમે ત્યારે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે. 


આ પણ વાંચોઃ સરકારી સ્કીમમાં દર મહિને ₹10,000 નું કરો રોકાણ, 10 વર્ષમાં ગેરંટીથી મળશે ₹16.90 લાખ


આ વચ્ચે સારી વાત છે કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત (7th Pay Commission)માં થનારો વધારો 1 જુલાઈ 2023થી લાગૂ માનવામાં આવશે. જો સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરે છે તો તે 42 ટકાથી વધી 45 ટકા થઈ જશે. તો 4 ટકાનો વધારો થશે તો મોંઘવારી ભથ્થું 46 ટકા થઈ જશે. 


તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં થનારા આ વધારાથી કેન્દ્ર સરકારના લગભગ 47.58 લાખ કર્મચારી અને 69.76 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube