Kharmas: ધનારક કમુરતામાં ભુલથી પણ આ 6 ભુલ ન કરવી, માનવામાં આવે છે અત્યંત અશુભ
Kharmas: ખરમાસ અથવા તો ધનારક કમુરતા શરુ થઈ ચુક્યા છે. 15 ડિસેમ્બરથી કમુરતા બેસી ગયા છે અને હવે પછીના દિવસોમાં માંગલિક કે શુભ કાર્યો થઈ શકતા નથી.
14 જાન્યુઆરી 2025
કમુરતા 14 જાન્યુઆરી 2025 સુધી રહેશે. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ, સૂર્ય દેવ અને માતા લક્ષ્મીની ઉપાસના કરવી લાભકારી માનવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ માંગલિક કાર્ય કરી શકતા નથી.
શુભ કાર્યો
ખરમાસ દરમિયાન 1 મહિના સુધી નવી ખરીદી, ગૃહ પ્રવેશ, નામકરણ, લગ્ન, સગાઈ જેવા શુભ કાર્યો પણ કરવાની મનાઈ હોય છે.
તામસિક ભોજન
ખરમાસ દરમિયાન તામસિક ભોજન જેમકે લસણ, ડુંગળી, માંસનું સેવન પણ કરવું નહીં. આ સમય દરમિયાન મદિરા પાન પણ કરવું નહીં.
આહાર
ખરમાસમાં રાઈ, અડદ, મસૂર, મૂળા, કોબી, લીલા પાનવાળા શાક, મધ વગેરેનું સેવન કરવું નહીં.
અનૈતિક કાર્યો
આ સમય દરમિયાન ખોટું બોલવું, ક્રોધ, ઘૃણા, કામ, લોભ અને અનૈતિક કાર્યોથી પણ બચવું. આ કાર્યો અત્યંત અશુભ માનવામાં આવે છે.
Trending Photos