કેન્દ્રીય કર્મચારીઓને મળશે 2 મોટી ખુશખબર, પગારમાં થશે મોટો વધારો
7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે નવુ વર્ષ ખાસ રહેવાનું છે. નવા વર્ષમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએની ભેટ મળશે તો હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો થવાનો છે.
7th pay commission latest: કેન્દ્રીય કર્મચારીઓ માટે નવુ વર્ષ ખુબ ખાસ રહેવાનું છે. નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએની ભેટ મળશે તો હાઉસ રેન્ટ એલાઉન્ટ (HRA)પણ વધવાનું છે. સાતમાં પગાર પંચની ભલામણ અનુસાર છ મહિનાના આધાર પર વર્ષમાં 2 વખત કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે. પાછલો વધારો જુલાઈ-ડિસેમ્બર છ મહિના માટે ઓક્ટોબર 2023માં થયો હતો. જેમાં 4 ટકાનો વધારો થયો હતો. આ કારણે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 42 ટકાથી વધી 46 ટકા થઈ ગયું છે.
ક્યારે થશે જાહેરાત
અત્યાર સુધીની પેટર્ન પ્રમાણે જાન્યુઆરી-જૂન 2023ના છ મહિના માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત માર્ચ મહિનામાં થઈ શકે છે. અત્યારના માહોલ પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે સરકાર ફરી 4 ટકાનો વધારો કરી શકે છે. જો તેમ થાય તો કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા થઈ જશે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓના HRA માં પણ વધારો થશે.
આ પણ વાંચોઃ 745 %નું બમ્પર વળતર : આ સ્ટોક બનાવી દેશે કરોડપતિ, 70 હજાર કરોડના ઓર્ડર!
કેટલું વધશે એચઆરએ
સાતમાં પગાર પંચની ભલામણોમાં જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા કે તેનાથી વધુ થાય ત્યારે HRA ને રિવાઇઝ કરવાની જોગવાઈ છે. HRA વધારવા માટે ત્રણ કેટેગરી હેઠળ શહેર X,Y & Z માં વિભાજીત કરવામાં આવ્યા છે. જો કર્મચારી X કેટેગરીના શહેરમાં રહે છે તો તેનું એચઆરએ વધી 30 ટકા થઈ જશે. આ રીતે Y કેટેગરી માટે 20 ટકા અને Z કેટેગરી માટે એચઆરએમાં 10 ટકાનો વધારો થશે. વર્તમાનમાં X,Y & Z ના શહેરો-મેટ્રોમાં રહેતા કર્મચારીઓને ક્રમશઃ 27, 18 અને 9 ટકા એચઆરએ મળી રહ્યું છે. કહેવાનો અર્થ છે કે એચઆરએ અને ડીએમાં વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદો થવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube