નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે આ મહિનો ઘણી ખુશખબર લાવવાનો છે. આ મહિનાના અંત સુધી કર્મચારીઓને ત્રણ મોટી ભેટ મળવાની આશા છે. પ્રથમ ભેટ કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈને છે, કારણ કે તેમાં એકવાર ફરીથી 4થી 5 ટકાનો વધારો થઈ શકે છે. બીજી ભેટ ડીએ એરિયર પર સરકાર સાથે ચાલી રહેલી વાતચીત પર નિર્ણય આવી શકે છે. તો ત્રીજી ભેટ પ્રોવિડન્ટ ફંડ સાથે જોડાયેલો છે, જે હેઠળ પીએફ ખાતામાં પૈસા આ મહિનાના અંત સુધી આવી શકે છે. એટલે કે કર્મચારીઓના ખાતામાં આ મહિને મોટી રકમ આવવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી વધશે મોંઘવારી ભથ્થુ!
હકીકતમાં ડીએમાં વધારો એઆઈસીપીઆઈના આંકડા પર નિર્ભર કરે છે. આ પહેલા મે મહિનાના AICPI ઇન્ડેક્સના આંકડોથી પણ કર્મચારીઓના ડીએમાં વધારો ફિક્સ થઈ ગયો હતો. ફેબ્રુઆરી બાદ ઝડપથી વધતા AICPI ઇન્ડેક્સના આંકડોથી તે આશા છે કે જૂનનો AICPI ઇન્ડેક્સ મેના મુકાબલે ઉપર જશે. એપ્રિલ બાદ મેના AICPI ઇન્ડેક્સના નંબરમાં મોટો વધારો આવ્યો હતો. મેમાં તેમાં 1.3 પોઈન્ટની તેજી આવી હતી અને તે વધીને 129 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. જૂનનો આંકડો 129.2 પર પહોંચી ગયો છે. હવે આશા છે કે એકવાર ફરી ડીએમાં થનારો વધારો ઓછામાં ઓછા 4 ટકા રહેશે. 


આ પણ વાંચોઃ રોકેટ બની ગયો રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોને આ શેર, સ્ટોક ખરીદવા માટે લાગી લાઇન


ડીએ એરિયર પર વાતચીત પર નિર્ણય
ઉલ્લેખનીય છે કે 18 મહિનાથી પેન્ડિંગ એરિયરનો મામલો હવે પ્રધાનમંત્રી સુધી પહોંચી ગયો છે, જેના પર જલદી નિર્ણય આવી શકે છે. તેવામાં કેન્દ્રીય કર્મચારીઓને કેન્દ્ર સરકાર પાસે આશા છે કે જલદી તેને મોંઘવારી ભથ્થુ મળી જશે. તમને જણાવી દઈએ કે નાણા મંત્રાલયે કોવિડ-19 મહામારીને કારણે મે 2020માં ડીએના વધારાને 30 જૂન 2021 સુધી રોકી દીધો હતો. 3 ઓગસ્ટે યોજાનારી બેઠકમાં તેના પર ચર્ચા થવાની સંભાવના છે. 


PF ના વ્યાજના પૈસા પણ મળશે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના 7 કરોડથી વધુ એકાઉન્ટ હોલ્ડર્સને આ મહિને ખુશખબર મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આ મહિને પીએફ ખાતાધારકોને બેન્ક ખાતામાં વ્યાજના પૈસા ટ્રાન્સફર થઈ શકે છે. કારણ કે અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર પીએફની ગણતરી થઈ ચુકી છે. જાણવા મળી રહ્યું છે કે આ વખતે 8.1 ચકાના હિસાબથી પીએફનું વ્યાજ ખાતામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube