કેન્દ્રીય કર્મચારીઓનું 42% થશે DA,માર્ચના મહિનામાં મળશે ગુડ ન્યૂઝ!
સાતમાં પગાર પંચની ભલામણોમાં વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થાને વધારવાની ભલામણ કરવામાં આવી હતી. આ કારણે સરકાર છ મહિનાના આધારે વધારો કરે છે. પ્રથમ છ મહિનાની જાહેરાત હોળી પહેલાં થઈ શકે છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓને માર્ચ મહિનામાં ગુડ ન્યૂઝ મળવાનો છે. હકીકતમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) પર નિર્ણય કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે હોળી પહેલા સરકાર કેબિનેટની બેઠકમાં નિર્ણય લેશે.
કેટલો થશે વધારો?
સરકાર ડીએ અને ડીઆરમાં 4 ટકાનો વધારો કરી શકે છે. આમ થાય તો ભથ્થુ અને રાહત વર્તમાનના 38 ટકાથી વધીને 42 ટકા થઈ જશે. તેનાથી એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનભોગીઓને રાહત મળશે. મીડિયા રિપોર્ટનું માનીએ તો કેન્દ્ર સરકાર 18 મહિનાના ડીએ બાકી પર પણ વિચાર કરી શકે છે. નોંધનીય છે કે સરકારે ગૃહમાં જણાવ્યું હતું કે 18 મહિનાના બાકી આપવા પર વિચાર કરશે નહીં. આ બાકી જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનું છે.
આ પણ વાંચોઃ સોનું ઓલ ટાઈમ હાઈ રેટથી 3213 અને ચાંદી 8503 રૂપિયા થઈ ગઈ સસ્તી, જાણો લેટેસ્ટ રેટ
ક્યારથી લાગૂ
નોંધનીય છે કે ડીઆર અને ડીએમાં 4 ટકાનો વધારો 1 જાન્યુઆરી, 2023થી લાગૂ થશે. તે છ મહિના માટે છે. હકીકતમાં સાતમાં પગાર પંચની ભલામણોમાં વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થાને વધારવાની ભલામણ કરવામાં આવી હતી. આ કારણે સરકાર છ મહિનાના આધારે વધારો કરે છે. પ્રથમ છ મહિનાની જાહેરાત હોળીની આસપાસ થાય છે. તો બીજા છ મહિનાની જાહેરાત નવરાત્રિ આસપાસ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube