7th Pay Commission: 30 માર્ચે કેન્દ્રીય કર્મચારીઓની હોળી! એક સાથે મળશે ઘણી ખુશખબર
DA Hike News: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ મહિનો ખાસ રહેવાનો છે. માર્ચના પગારમાં કેન્દ્રીય કર્મચારીઓનો મોટો વધારો મળવાનો છે. મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરાયા બાદ આ મહિને કર્મચારીઓને ચુકવણી કરવામાં આવશે.
7th Pay Commission: આમ તો દેશભરમાં હોળીનો તહેવાર 25 માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ માટે અસલી હોળી 30 માર્ચે હશે. આ અમે એટલા માટે કહી રહ્યાં છીએ કારણ કે 30 માર્ચ સુધી કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધવાની આશા છે. આ વખતે જે પગાર આવશે તેમાં મોટો વધારો જોવા મળશે. સરકારી કર્મચારીઓ માટે આ મોટા સમાચાર છે.
કેન્દ્રીય કર્મચારીઓનો વધેલો પગાર 30 માર્ચે આવી જશે
હકીકતમાં 31 માર્ચે રવિવારનો દિવસ છે તેવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓનો વધેલો પગાર 30 માર્ચે આવી જશે. પરંતુ કેન્દ્રીય રિઝર્વ બેન્કે 31 માર્ચ રવિવારે પણ બેન્ક ખુલી રાખવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે 31 માર્ચે ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે. આ કારણ છે કે આરબીઆઈએ બેન્કોને ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે.
કેમ વધીને આવશે પગાર
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. આ સાથે કર્મચારીઓનું ભથ્થું 46 ટકાથી વધી 50 ટકા થઈ ગયું છે. આ જાન્યુઆરી મહિનાથી લાગૂ થયું છે તેવામાં કેન્દ્રીય કર્મચારીઓને બે મહિના- જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું એરિયર પણ મળશે. એટલે કે માર્ચના પગારમાં 2 મહિનાનું એરિયર સિવાય માર્ચનો વધેલો પગાર પણ ખાતામાં આવશે.
આ પણ વાંચોઃ Post Office ની આ સ્કીમ ગેરંટીથી તમારા પૈસા કરશે ડબલ, 1000 રૂપિયાથી કરી શકો છો રોકાણ
એચઆરએ પણ વધશે
કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા પહોંચવાથી હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએમાં પણ વધારો થઈ ગયો છે. શહેરની કેટેગરી પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓને એચઆરએ 30 ટકા સુધી મળશે. આ સિવાય બીજા અન્ય એલાઉન્સ પણ કેન્દ્રીય કર્મચારીઓના માર્ચના પગારમાં જોડાઈ જશે.
આ એલાઉન્સમાં થયો વધારો
નોંધનીય છે કે 50 ટકા ડીએને કારણે કેન્દ્રીય કર્મચારીઓના ચાઇલ્ડકેયરના સ્પેશિયલ એલાઉન્સ, ચાઇલ્ડ એજુકેશન એલાઉન્સ, હોસ્ટેલ સબસિડી, ટ્રાન્સફર પર ટ્રાવેલ એલાઉન્સ, ડ્રેસ એલાઉન્સ, ગ્રેચ્યુટી સીલિંગ, માઇલેજ એલાઉન્સમાં વધારો થયો છે. પરંતુ આ બધા એલાઉન્સ ક્લેમ કરવા પર મળે છે.