નવી દિલ્હી: સાતમા પગાર પંચની ભલામણો લાગુ થવાની રાહ જોતા સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશખબર છે. બહુ જલદી તેમને સાતમા પગાર પંચનો ફાયદો તો મળશે જ સાથે સાથે તેમના મનમુજબ પગાર પણ મળશે. વાત જાણે એમ છે કે મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે સરકારી કર્મચારીઓના પગારમાં તેમની માગણીઓ મુજબ વધારો કરવામાં આવશે. ખાસ વાત એ છે કે તેમને વધેલો પગાર તો મળશે જ પરંતુ સાથે સાથે 3 વર્ષનો એરિયર પણ અપાશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હાલમાં જ જાહેરાત કરી હતી કે રાજ્યના સરકારી કર્મચારીઓને બહુ જલદી સાતમા પગાર પંચનો ફાયદો મળશે. બહુ જલદી તેમનો પગાર વધારવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પગાર સાથે મળશે એરિયર
સૂત્રોના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે બહુ જલદી રાજ્યના કર્મચારીઓના પગારમાં વધારો કરાશે. આ સાથે જ સરકાર તેમને 3 વર્ષનો એરિયર પણ આપશે. પરંતુ એરિયર જાન્યુઆરી 2019માં અપાશે. જ્યારે પગારમાં વધારો જલદી થઈ શકે છે. જો કે સરકારના આ પગલાંથી મહારાષ્ટ્ર રાજ્યના ખજાના પર 21500 કરોડ રૂપિયાનો બોજો વધશે. 


કેન્દ્ર પાસે માંગી મદદ
2019માં થનારી સામાન્ય ચૂંટણીને જોતા મહારાષ્ટ્ર સરકારે આ પગલું ભર્યુ છે. સાતમા પગાર પંચની ભલામણોથી વધુ વેતનવૃદ્ધિ થશે. આથી મહારાષ્ટ્ર સરકાર કેન્દ્રની ભાજપ સરકાર પાસે 4800 કરોડ રૂપિયાની માગણી કરી શકે છે. સરકારે આ માટે વિધાનસભાના શિયાળુ સત્રમાં એક બિલ પણ પસાર કરાવવાની તૈયારી કરી છે. 


11 મહિનાનું DA પણ મળશે
અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસના અહેવાલ મુજબ રાજ્ય કર્મચારીઓ માટેના ફાયદા અહીં સુધી સિમિત નથી. મહારાષ્ટ્ર સરકાર સરકારી કર્મચારીઓને 14 મહિનાનું ડિયરનેન્સ અલાઉન્સ (DA) પણ આપશે. તે પણ જાન્યુઆરી 2016થી અપાશે. 


કેન્દ્રીય કર્મચારીઓને જોઈ રહ્યાં છે રાહ
એક બાજુ ભાજપ શાસિત મહારાષ્ટ્રમાં રાજ્ય કર્મચારીઓને સાતમા પગાર પંચની ભલામણોથી વધુ વેતન આપવાની જાહેરાત કરાઈ છે. પરંતુ કેન્દ્રીય કર્મચારીઓનો ઈન્તજાર હજુ ખતમ થયો નથી. કેન્દ્રની મોદી સરકારે હજુ સુધી આ અંગે  કોઈ જાહેરાત કરી નથી. કેન્દ્રીય કર્મચારીઓની માગ છે કે તેમના ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણું વધારીને 3.68 ગણું કરવામાં આવે. આ સાથે જ લઘુત્તમ પગાર વધારીને 26,000 રૂપિયા કરવામાં આવે. 


15 ઓગસ્ટના રોજ થઈ શકે છે જાહેરાત
છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયામાં એવી ચર્ચા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15 ઓગસ્ટના રોજ કેન્દ્રીય કર્મચારીઓને સાતમા પગાર પંચની ભલામણોની ભેંટ આપી શકે છે. લઘુત્તમ પગારમાં 3000 રૂપિયાનો વધારો કરવામાં આવી શકે છે. જો કે તેનાથી નાણાકીય બોજ વધશે. પરંતુ જાણકારોનું માનવું છે કે ચૂંટણીના વર્ષમાં મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને નારાજ કરવા જોઈએ નહીં.