EXCLUSIVE: 7મું પગારપંચ- કર્મચારીઓની મોટી જીત, વધી જશે 10 હજાર સુધી પગાર
7th Pay Commission હેઠળ રેલવે કર્મચારીના સંગઠનો અને રેલવે મંત્રાલય વચ્ચે મંગળવારે યોજાયેલી બેઠક ખૂબ સકારાત્મક રહી. બેઠકમાં કર્મચારી સંગઠનના પ્રતિનિધિઓને આશ્વાસન આપવામાં આવ્યું છે કર્મચારીઓને જલદી જ 7મા વેતન પગાર પંચ હેઠળ રનિંગ એલાઉંસ અથવા ભથ્થા મળવાનું શરૂ થઇ જશે. આ સંબંધમાં ફાઇલ રેલવે મંત્રીને મોકલી દેવામાં આવી છે. 7મા પગાર પંચ હેઠળ વેતન ભથ્થું આપવામાં આવતાં કર્મચારીના પગરામાં હજારો રૂપિયાનો ફરક આવશે.
7th Pay Commission હેઠળ રેલવે કર્મચારીના સંગઠનો અને રેલવે મંત્રાલય વચ્ચે મંગળવારે યોજાયેલી બેઠક ખૂબ સકારાત્મક રહી. બેઠકમાં કર્મચારી સંગઠનના પ્રતિનિધિઓને આશ્વાસન આપવામાં આવ્યું છે કર્મચારીઓને જલદી જ 7મા વેતન પગાર પંચ હેઠળ રનિંગ એલાઉંસ અથવા ભથ્થા મળવાનું શરૂ થઇ જશે. આ સંબંધમાં ફાઇલ રેલવે મંત્રીને મોકલી દેવામાં આવી છે. 7મા પગાર પંચ હેઠળ વેતન ભથ્થું આપવામાં આવતાં કર્મચારીના પગરામાં હજારો રૂપિયાનો ફરક આવશે.
ઉદાહરણ તરીકે જો કોઇ રેલવેના ગાર્ડ હાલના સમયમાં 100 કિલોમીટર યાત્રા કરે છે તો તેને 235 રૂપિયા રનિંગ એલાઉંસ મળે છે. 7મા પગાર પંચ હેઠળ ભથ્થું 525 રૂપિયા સુધી વધારવાનો પ્રસ્તાવ છે. તે લાગૂ થતાં રનિંગ સ્ટોકના વેતનમાં દર મહિને સરેરાશ 10 હજારથી વધુ વૃદ્ધિ થવાની સંભાવના છે. ઉદાહરણ તરીકે રેલવેના એક ડ્રાઇવર મહિનામાં સરેરાશ 4000 થી 5000 કિલોમીટર સુધી યાત્રા કરે છે. એવામાં જો કોઇ ડ્રાઇવર 4000 કિલોમીટર યાત્રા કરે છે અને દરરોજ 100 કિલોમીટર તેનું ભથ્થું 300 રૂપિયા સુધી વધી જાય છે તો તેને મળનાર ભથ્થામાં 12 હજાર સુધીનો ફેરફાર આવશે.
EXCLUSIVE: 7th Pay Commission: કર્મચારીઓની મોટી જીત, સરકારે સ્વિકારી આ માંગ
ઘણા અન્ય મુદ્દાઓ પર પણ બની સહમતિ
રેલવે કર્મીઓ તથા રેલવે મંત્રાલયના અધિકારીઓ વચ્ચે થયેલી બેઠકમાં ફિટમેંટ ફાર્મૂલા, જૂની પેંશન સ્કીમ તથા અન્ય મુદ્દાઓ પર વાતચીત ખૂબ સકારાત્મક રહી. ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે રેલવે મંત્રાલય સાથે વાતચીત ખૂબ સફળ રહી. કેટલાક મુદ્દાઓ પર વાતચીત હજુ સુધી થઇ શકી નથી. તેના પર બુધવારે વધુ વાતચીત ચાલુ રહેશે. કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ રનિંગ એલાઉંસ જલદી આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
Debit Card થઇ જશે બેકાર, સ્માર્ટફોનના કેમેરા વડે ATM માંથી નિકાળી શકશો પૈસા
આજે નક્કે થશે આંદોલની આગળની રણનીતિ
રેલવે મંત્રાલય દ્વારા કર્મચારી સંગઠનોની સાથે થયેલી સકારાત્મક બેઠક બાદ ઓલ ઈન્ડિયા રેલવે મેંસ ફેડરેશન દ્વારા બુધવારે સ્ટેડિંગ કમિટીની બેઠક બોલાવી છે. આ બેઠકમાં તે નક્કી થશે કે સરકાર દ્વારા વાતચીત શરૂ કરવા અને સકારાત્મક વલણ અપનાવ્યા બાદ રેલ કર્મીઓના આંદોલનને કયા દિશામાં લઇ જવાનું છે. રેલવે કર્મચારીઓએ પોતાની 47 સૂત્રીય માંગોને લઇને 26 નવેમ્બરથી આંદોલન શરૂ કર્યું છે.
નોકરીયાત લોકોને ટૂંક સમયમાં મળશે 'ડબલ' પેંશનની ભેટ, મળી ગઇ મંત્રાલયની મંજૂરી
વર્ક ટૂ રૂલ પર થશે નિર્ણય
7th Pay Commission હેઠળ વેતન ભથ્થું આપવા, જૂની પેંશન સ્કીમ તથા પોતાની 47 સૂત્રીય માંગોને લઇને રેલવે કર્મચારી 26 નવેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે જનજાગરણ અભિયાન ચાલુ રાખ્યું છે. રેલવે કર્મચારીના સંગઠનોએ પોતાની માંગોને લઇને 11 ડિસેમ્બર સાથે વર્ક ટૂ રૂલ હેઠળ કામ કરવાનું આહવાન કર્યું છે. રેલવે બોર્ડના સકારાત્મક વલણ બાદ બુધવારે ઓલ ઈન્ડિયા રેલવે મેંસ ફેડરેશનની સ્ટેડિંગ કમિટીની બેઠકમાં નક્કી થશે કે વર્ક ટૂ રૂલ હેઠળ આંદોલનને ચાલુ રાખવામાં આવશે કે પછી તેને થોડા દિવસો માટે સ્થગિત કરવામાં આવશે.
ઘણા રાજ્યોમાં હજુ સુધી નથી મળી રહ્યું 7th Pay Commission
પબ્લિક સર્વિસ એમ્પલોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ વીપી મિશ્રાના અનુસાર ઘણા રાજ્યોમાં 7th Pay Commission હજુ સુધી લાગૂ થઇ શક્યું નથી. ઘણી જગ્યાઓ પર કમિટીઓ બનાવવામાં આવી છે તો ઘણી જગ્યાએ પેંચ ફસાયેલો છે. એવામાં કેબિનેટ સચિવ પાસે માંગ કરવામાં આવી છે કે આવી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતાં એક કેંદ્રીય પગાર પંચની રચના કરવામાં આવે જેથી ભલામણો કેંદ્વ સાથે બધાઓમાં પણ લાગૂ થાય. બેઠકમાં તેના પર વિચાર કરવાની વાત કરવામાં આવી છે.
7 વર્ષના આ ટેણિયાએ YouTube દ્વારા કરી 155 કરોડની કમાણી, Forbes માં મળ્યું સ્થાન
રેલ કર્મીઓની ભૂખ હડતાળ ચાલુ
રેલ કર્મીઓના સંગઠન ઉત્તરી રેલવે મજદૂર યૂનિયને 7th Pay Commission હેઠળ માંગોને લઇને 03 થી 10 ડિસેમ્બર વચ્ચે ભૂખ હડતાળની જાહેરાત કરી છે. મંગળવારે પણ કર્મચારી દિલ્હી મંડળ રેલવે મેનેજમેંટ કાર્યાલય પર હડતાળ પર બેસશે. આ કર્મચારીઓની માંગ છે કે 7th Pay Commission હેઠળ તાત્કાલિક ન્યૂનતમ વેતનને 26000 કરવામાં આવે. તો બીજી તરફ ફિટમેંટ ફોર્મૂલાને 2.57 થી વધારીને 3.7 કરવામાં આવે. તો જૂની પેંશન સ્કીમની માંગ પણ કરવામાં આવી છે.