7th Pay Commission: DA સાથે HRAમાં પણ થશે વધારો, સરકારી કર્મચારીઓને મળશે બે ખુશખબર
7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે કે સરકાર જલદી HRA એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સમાં 3 ટકાનો વધારો કરી શકે છે. એચઆરએને જુલાઈ 2021માં રિવાઇઝ કરવામાં આવ્યું હતું. એચઆરએમાં વધારા બાદ સરકારી કર્મચારીઓના વેતનમાં તેના હાથમાં આવતો પગાર વધી જશે.
7th Pay Commission: જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો સમય આવી ગયો છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા જેટલો વધારો થઈ શકે છે. પરંતુ આ વખતે કર્મચારીઓને ડબલ ખુશી મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો થઈ શકે છે. સરકારી કર્મચારીઓ જે શહેરમાં કામ કરે છે, તે આધાર પર એચઆરએ આપવામાં આવે છે. હાઉસ રેન્ટ એલાઉન્ટ સેલેરી ક્લાસ કર્મચારીઓ માટે છે જે ભાડાના મકાનમાં રહે છે. કર્મચારીઓના ઘરની જરૂરીયાત અને શહેરના આધાર પર ત્રણ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવે છે.
3 કેટેગરીમાં હોય છે HRA
હાઉસ રેન્ટ એલાઉન્સ ત્રણ કેટેગરીમાં વિભાજીત છે. આ કેટેગરી X, Y અને Z છે.
1. X કેટેગરીમાં 50 લાખ તે તેનાથી વધુ વસ્તીવાળો વિસ્તાર આવે છે. આ કેટેગરીમાં આવનાર કર્મચારીઓને સાતમાં પગાર પંચ હેઠળ કેન્દ્રીય પગાર પંચની ભલામણ અનુસાર 24 ટકા હાઉસ રેન્ટ એલાઉન્સ આપવામાં આવે છે.
2. Y કેટેગરીમાં 5 લાખથી 50 લાખની વસ્તીવાળો એરિયા આવે છે. અહીં રહેનાર કર્મચારીઓને બેસિક સેલેરીના 16 ટકા એચઆરએ આપવામાં આવે છે.
3. Z કેટેગરી હેઠળ તે કર્મચારીઓ આવે છે, જ્યાં જનસંખ્યા 5 લાખથી ઓછી છે. અહીં 8 ટકા એચઆરએ આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ સોનાના ભાવમાં અચાનક મસમોટો ઉછાળો, ચાંદીમાં પણ તેજી, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
વધીને આટલું મળી શકે છે HRA
હવે કર્મચારીઓને HRA વધીને એક્સ કેટેગરીમાં 27 ટકા, વાઈ કેટેગરીમાં 18 ટકા અને ઝેડ કેટેગરીમાં 9 ટકા મળી શકે છે. તો મોંઘવારી ભથ્થું 50 ટકાની ઉપર પહોંચવા પર એચઆરએ વધીને ક્રમશઃ 30 ટકા, 20 ટકા અને 10 ટકા થઈ જશે.
ક્યારે રિવાઇઝ થઈ શકે છે HRA
મોદી સરકાર HRA માં જલદી વધારો કરવાની છે. તે માટે સરકાર તરફતી પહેલા નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. આ સમયે કર્મચારીઓને મળનાર ડીએ 42 ટકા છે. જુલાઈમાં ફરી ડીએમાં વધારો થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે જુલાઈમાં 4 ટકાના વધારા બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 46 ટકા થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube