22 મહિના બાદ મંગળ બનાવશે શક્તિશાળી રૂચક રાજયોગ, આ જાતકોના સિતારા ચમકશે, ધન-સંપત્તિમાં થશે વધારો
Ruchak Rajyog 2025: મંગળ 27 ઓક્ટોબર 2025ના બપોરે 3 કલાક 53 મિનિટ પર પોતાની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે, જેનાથી રૂચક રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગથી ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ થશે.
રૂચક રાજયોગ 2025
વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળ દર 45 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. તેવામાં તે ઘણીવાર વક્રી ચાલ ચાલે છે, જેનાથી તેને એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં 22 મહિનાનો સમય લાગે છે. મંગળના રાશિ પરિવર્તનની અસર દરેક જાતકોના જીવનમાં જરૂર પડે છે. વૈદિક પંચાગ અનુસાર મંગળ 25 ઓક્ટોબર 2025ના બપોરે 3 કલાક 53 મિનિટ પર તુલા રાશિથી નિકળી પોતાની સ્વરાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. મંગળ પોતાની સ્વરાશિમાં આવવાથી રૂચક નામના શક્તિશાળી રાજયોગનું નિર્માણ થશે. પંચ મહાપુરૂષ યોગમાંથી એક રૂચક રાજયોગ બનવાથી દરેક રાશિ પર તેનો પ્રભાવ જરૂર પડે છે. પરંતુ તેનાથી ત્રણ રાશિના જાતકોને ધન-સંપત્તિ, માન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. આવો તે રાશિ વિશે જાણીએ...
મિથુન રાશિ
મંગળ આ રાશિના છઠ્ઠા ભાવમાં રહેશે. તેવામાં રૂચક રાજયોગ આ રાશિના જાતકો માટે અતિ શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોના લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. આ સાથે તેના આત્મ વિશ્વાસ અને સાહસમાં વધારો થશે, જેનાથી તમે ખુબ સફળતા મેળવી શકો છો. પરિવારની સાથે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. નોકરી કરનાર જાતકોને અપાર સફળતા સાથે પગારમાં વધારો મળી શકે છે. વેપાર કરતા લોકોને પણ લાભ થશે. પરંતુ વાહન ચલાવતા સમયે ધ્યાન રાખો અને કોઈ બેદરકારી ન દાખવો.
કન્યા રાશિ
આ રાશિમાં રૂચક રાજયોગનું નિર્માણ ત્રીજા એટલે કે પરાક્રમ ભાવમાં થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. આ સાથે આધ્યાત્મ તરફ તમારો ઝુકાવ રહેશે, જેનાથી તમે ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. તમે દાન-પુણ્ય પણ કરશો. સંતાન તરફથી ખુશીઓ પ્રાપ્ત થશે. સમાજમાં માન-સન્માન વધશે. કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમયમાં કરી શકો છો, જે તમને લાભ અપાવશે. વાહન, ઘર કે સંપત્તિ ખરીદી શકો છો.
વૃશ્ચિક રાશિ
આ રાશિમાં રૂચક રાજયોગ લગ્ન ભાવમાં બની રહ્યો છે. તેવામાં આ રાશિના જાતકોને ખુબ લાભ મળી શકે છે. જમીન-સંપત્તિ સાથે જોડાયેલા મામલામાં તમને લાભ થશે. નોકરી કરનાર જાતકોને પણ ફાયદો થવાનો છે. સરકારી વિભાગોમાં કામ કરી રહેલા જાતકોને ખુબ લાભ મળશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos