નવી દિલ્હી: તહેવારની સિઝનમાં 7માં પગાર પંચનો લાભ આપવાના આદેશ કરી દેવમાં આવ્યા છે. એવામાં સરકારી કર્મચારીઓ અને તેનવા પરિવારના લોકો માટે સૌથી મોટી ખુશી છે. આવી જ ખુશીનો સમય ઓડિસાના સરકારી કર્મચારીઓને આવ્યો છે. ઓડિસા સરકરે તેમના કર્મચારીઓને 7માં પગારપંચનો લાભ આપવાના આદેશ કરી દીધા છે. અહિંના કર્મચારીઓ અને શિક્ષકો 59 દિવસ સુધી માંગને લઇને ધરણાં અને પ્રદર્શન કર્યા હતા. અને હવે તેમણે આ વિરોધ પ્રદર્શન પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે. કારણ કે,તેમને રાજ્ય સરકાર તરફથી આશ્વાસન મળ્યું છે, કે તેમના વેતન અંગેની માંગ પૂર્ણ કરવાનો વહેલી તકે પ્રયાસ કરવામાં આવશે. આ જાહેરાત બાદ શિક્ષકો અને કર્મચારીઓએ પ્રદર્શન 30  નવેમ્બર 2018 સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના મુખ્ય સચિવએ પ્રદર્શન કરી રહેલા શિક્ષકો અને કર્મચારીઓને શનિવારે થયેલી વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. બેઠકમાં ઉચ્ચઅધિકારીઓએ કહ્યું કે બ્લોક ગ્રાંટ સિસ્ટમને દૂર કરવાના અને દિશા નિર્દેશમાં બદલાવ કરવામાં આવશે. મુખ્ય સચિવે કહ્યું કે, રાજ્યના ન્યાય વિભાગે આ મામલા પર ધ્યાન કરી જરૂરી સંશોધન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આ સમયે દશેરાની રજાઓ ચાલી રહેલી છે. જે 26 ઓક્ટોબર બદ પૂરી થશે. આ પછી રાજ્ય અપીલ કરશે. સુપ્રિમ કોર્ટ દ્વારા લીલી જંડી મળ્યા બાદ રાજ્યમાં 7માં પગરપંચને લાગૂ કરવાનો રસ્તો સાફ થશે. સાથે જ પેન્શન અને અન્ય સેવાઓમાં પણ લાભ મળી શકે છે.



શાળા-કોલેજોના શિક્ષકો અને એમ્પોઇઝ યુનાઇટેડ ફોરમના અધ્યક્ષ પવિત્ર મ્હાલાએ જણાવ્યુ કે, રાજ્ય સરકારએ આમારી માંગ પર વધારે સમય લીધા બાદ ધ્યાન આપ્યું છે. મુખ્ય સચિવના આશ્વાસન મળવાને કારણે આ હડતાલ બંધ કરી છે. પરંતુ રાજ્ય સરકાર આમારી સાથે દગો કરશે તો રાજ્યવ્યાપી પ્રદર્શન કરવામાં આવશે. ઓડિસાટીવી ફોરમના કન્વીવર ગોલક નાયક દ્વારા જણાવામાં આવ્યું કે, બ્લોક ગ્રાંટ ટીચર કર્મચારી એક જૂના નિયમને પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે. આ એક ઓછુ વેતન છે.



આ શિક્ષકો અને કર્મચારીઓ માટે રાજ્ય સરકાર પહેલા ફરમાન જાહેર કર્યું હતું, તેમણે ‘નો વર્ક નો પે’ની નીતિ અનુસાર કહ્યુ કે જો શિક્ષક અને કર્મચારીઓ ઘરણાં પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો પગાર કાપી લેવામાં આવશે. નવીન પટનાયકની બીજેડી સરકારે કર્મચારીઓને સાવચેત કર્યા હતા.