'હારને જીતમાં કેવી રીતે બદલવી તે દુનિયા ભારત પાસેથી શીખે...' દ. આફ્રિકાને હરાવી ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન

IND vs SA Final: ભારતે દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં 7 રને હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. આફ્રિકા ફરી એકવાર ચોકર્સના ડાઘ ભૂંસવામાં નિષ્ફળ રહ્યું છે.
 

'હારને જીતમાં કેવી રીતે બદલવી તે દુનિયા ભારત પાસેથી શીખે...' દ. આફ્રિકાને હરાવી ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન

IND vs SA Final: ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. વિરાટ કોહલીએ આ મેચમાં 76 રનની ઈનિંગ રમી હતી, ત્યાર બાદ બોલરોએ ડેથ ઓવરોમાં જોરદાર બોલિંગ કરી અને દક્ષિણ આફ્રિકાનો વિજય રથ રોકી દીધો હતો. આફ્રિકાને છેલ્લી 4 ઓવરમાં 26 રનની જરૂર હતી, તેમ છતાં ભારતીય બોલરોએ ચુસ્ત બોલિંગ કરી અને ટીમને 7 રનથી જીત અપાવી.

ભારતે આપ્યો હતો 177 રનનો ટાર્ગેટ 
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ મેચમાં રોહિત શર્મા, ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવ મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી અને અક્ષર પટેલ વચ્ચે 72 રનની ભાગીદારી ટીમ ઈન્ડિયાને મેચમાં પરત લાવી હતી. અક્ષર પટેલે 31 બોલમાં 47 રન અને વિરાટ કોહલીએ 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ પણ 16 બોલમાં 27 રનની ઇનિંગ રમીને ભારતને 176 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

ડી કોક અને સ્ટબ્સની ભાગીદારી
દક્ષિણ આફ્રિકા માટે શરૂઆત સારી રહી ન હતી કારણ કે રીઝા હેન્ડ્રીક્સ અને કેપ્ટન એડન માર્કરામ ચાર રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ અહીંથી ક્વિન્ટન ડી કોક અને ટ્રિસ્ટન સ્ટબ્સે 68 રનની ભાગીદારી કરી અને સાઉથ આફ્રિકાને મેચમાં પરત લાવ્યું. સ્ટબ્સે 21 બોલમાં 31 રન અને ડી કોકે 31 બોલમાં 39 રન બનાવ્યા હતા.

હેનરિક ક્લાસેનની મહેનત વ્યર્થ ગઈ
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 3 વિકેટે 70 રન હતો ત્યારે હેનરિક ક્લાસેન બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો હતો. ક્લાસને અહીંથી ઝડપી બેટિંગ શરૂ કરી અને માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી. ક્લાસને 27 બોલમાં 52 રન બનાવ્યા હતા. 15મી ઓવરમાં ક્લાસને અક્ષર પટેલની ઓવરમાં 24 રન બનાવ્યા હતા જ્યાંથી મેચ સંપૂર્ણપણે ઊંધી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ છેલ્લી 4 ઓવરમાં ભારતે બોલિંગના દમ પર વાપસી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news