મોદી સરકારે કરોડો કેંદ્વીય તથા રાજ્યના સરકારી કર્મચારીને મોટી ભેટ આપી છે. સરકારે રાષ્ટ્રીય પેંશન સિસ્ટમ (NPS) માં પોતાનું યોગદાન વધારીને મૂળ પગારમાં 14 ટકાનો વધારો કરી દીધો છે. આ હાલ 10 ટકા છે. કેંદ્વીય મંત્રીમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. નાણામંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે કર્મચારી યોગદાનમાં કોઇ છેડછાડ કરવામાં આવશે નહી. તેમનું ન્યૂનતમ યોગદાન 10 ટકા જ રહેશે. કેંદ્વ તથા રાજ્ય કર્મચારીને 7મા પગાર પંચનો લાભ પહેલાં જ આપી દીધો છે. હવે પેંશનમાં આ ફેરફારથી વધુ મોટો ફાયદો થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EXCLUSIVE : 7th Pay commission: સરકારે સ્વિકારી માંગો, આ કર્મચારીએ ટાળી દીધું મોટું આંદોલન


ઈન્કમટેક્સ કાનૂનમાં ટેક્સ પ્રોત્સાહનને મંજૂરી
સમાચાર એંજસી પીટીઆઇના સમાચાર અનુસાર મંત્રીમંડળે કર્મચારીઓના 10 ટકા યોગદાન માટે ઈન્કમટેક્સ કાનૂનની કલમ 80 સી હેઠળ ટેક્સ પ્રોત્સાહનને પણ મંજૂરી આપી દીધી છે. હાલ સરકાર અને કર્મચારીઓનું યોગદાન 10-10 ટકા છે જે વધીને 14-10 ટકા થઇ જશે. એટલે કે કર્મચારીઓનું ન્યૂનતમ યોગદાન 10 ટકા રહેશે જ્યારે સરકારનું યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કરી દેવામાં આવ્યું છે. 

EXCLUSIVE: 7મું પગારપંચ- કર્મચારીઓની મોટી જીત, વધી જશે 10 હજાર સુધી પગાર


કર્મચારી કરી શકશે શેરમાં રોકાણ
વડાપ્રધાન નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં સરકારી કર્મચારીઓને કુલ કોષમાંથી 60 ટકા ટ્રાંસફર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે જે હાલમાં 40 ટકા છે. સૂત્રોનું કહેવું છે કર્મચારીઓની પાસે નિશ્વિત આવક ઉત્પાદનો અથવા શેર ઇક્વિટીમાં રોકાણનો વિકલ્પ હશે. 

હજુ સુધી ફ્લેટ નથી ખરીદ્યો તો મોદી સરકાર આપવાની છે મોટી ખુશખબરી


કર્મચારીને થશે ફાયદો
મંત્રીમંડળના નિર્ણય અનુસાર જો કર્મચારી નિવૃતિના સમયે એનપીએસમાં જમા ધનનો કોઇપણ ભાગ કાઢવાનો નિર્ણય કરે છે અને 100 ટકા પેંશન યોજના ટ્રાંસફર કરે છે તો તેની પેંશન અંતિમ વખતે પ્રાપ્ત પગારના 50થી વધુ હશે. સરકારે રાજસ્થાનમાં ચૂંટણીને ધ્યાનમાં રાખતાં આ નિર્ણયની જાહેરાત કરી છે. સૂત્રોનું કહેવું છે કે સરકારે હજુ નવી યોજનાની સૂચના અંગેની તારીખ વિશે નિર્ણય કર્યો નથી.