ગેનીબેને ભાજપને સાત પેઢીની યાદ અપાવી! મહિલા સન્માન મુદ્દે કહી દીધી મોટી વાત
Geniben Thakor On Letterkand : અમરેલી લેટરકાંડમાં કાર્યવાહી મુદ્દે રાજકારણ યથાવત્... ભાજપના નેતા દિલીપ સંઘાણીએ જેલ પહોંચીને કરી પાટીદાર દીકરી પાયલની મુલાકાત.. આજે પાયલને જામીન મળે છે કે નહીં તેના પર સૌની નજર...
Trending Photos
Amreli News : અમરેલીના ધારાસભ્યનો લેટરકાંડ હવે પાટીદાર દીકરીના સન્માનનો મુદ્દો બની ગયો છે. પાટીદાર દીકરીના અપમાન મામલાનો વિરોધ હવે અમદાવાદ પહોંચી ગયો છે. અમદાવાદમાં યુથ કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો. અમરેલીમાં લેટરકાંડ મામલે રાજકારણ વધુ ગરમાયું છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મહિલા સન્માન મુદ્દે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યાં છે.
પોલીસે ભગવાન માથે રાખી વર્દીને શોભે તેવું કામ કરવું જોઈએ
સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, અમરેલીમાં દીકરીનું સરઘસ કાઢ્યું તે મહિલા તરીકે દુખદ બાબત છે. અમરેલીની પોલીસે બૂટલેગરનું સરઘસ કાઢ્યું હોત તો અમે અભિનંદન આપત. રાજકીય આગેવાનોને વ્હાલા રાખવા મહિલાનું સરઘસ કાઢવું એ તમામનું અપમાન છે. અધિકારીઓ સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ. સાત પેઢીએ એમને મહિલાઓના સન્માન ને કોઈ લેવાદેવા નથી. ગુજરાત પોલીસ બધી ખોટું કામ નથી કરતી. અધિકારીઓને જગ્યાએ મૂકવા માટે કમિટમેન્ટ અપાય છે, શરતોને આધિન મુકવામાં આવે છે. પોલીસ ભગવાન માથે રાખી વર્દીને શોભે એવું કામ કરવું જોઈએ.
લેટરકાંમાં રાજકીય ભૂકંપના સંકેત
કૌશિક વેકરીયાને બદનામ કરવા લેટરકાંડની ઘટનામાં રાજકીય ભૂકંપના સંકેતો દેખાઈ રહ્યાં છે. આરોપી પાયલ ગોટી મુદ્દે કોંગ્રેસની રાજનીતિ બાદ ભાજપના સિનિયર નેતાની એન્ટ્રીથી રાજકીય માહોલ ગરમાયો છે. ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિત નેતાઓએ પાટીદાર યુવતીની મુલાકાત કરી જેલનો ફોટો શેર કર્યો. કોંગ્રેસે મુદ્દો ઉછાળ્યા બાદ ભાજપના સિનયર નેતા દિલીપ સંઘાણીએ એન્ટ્રી કરતા ભાજપનું રાજકારણ ગરમાયું છે. દિલીપ સંઘાણીની મુલાકાતે ડોક્ટર ભરત કાનાબાર, ખોડલધામ ટ્રષ્ટી વસંત મોવલિયા, સહિત કેટલાક સ્થાનિક સહકારી આગેવાનોએ દિલીપ સંઘાણીને મળી રજૂઆતો કરી. અમરેલી સબજેલમાં જેની ઠુંમરની મુલાકાત બાદ દિલીપ સંઘાણીએ જેલની મુલાકાત કરી.
ઓબીસી જન અનામત સમિતિ સંમેલન પર વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે, ગુજરાત અને દેશમાં હાલની સરકારો દ્વારા બજેટની ફાળવણીમાં અસામાનતા ઉભી થઈ છે. સમગ્ર દેશમાં અવાજ ઉઠ્યો છે. વસતી પ્રમાણે સમાજ અને સંસાધનમાં ભાગીદારી મળવી જોઈએ. શાસનના દર વર્ષના બજેટમાં યોજનાઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે ગુજરાતમાં સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. મુઠ્ઠીભર લોકો પાસે સંચિત રહેલી છે. ઓબીસી, એસસી અને એસટી તથા લઘુમતી સમાજ કુલ ૮૨ ટકા છે. લોકોને બજેટ નથી મળતું. દરેક જગ્યાએ ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. સમાનતા મળવી જોઈએ શાસન ચાલવું જોઈએ. સંયુક્ત રીતે અવાજ ઉઠાવવો જોઈએ. જાતી આધારીત વસ્તી ગણતરી કરવાની માંગ છે. વસ્તી નો આર્થિક શૈક્ષણિક અનો સામાજીક વસ્તી ગણતરી રાજ્ય સરકાર કરાવી શકે છે. સર્વે ના કારણે કયા સમાજની પ્રગતિ થઈ કયા સમુદાય પાછળ છે માહિતી ત્યારે મળે જાતિ આધારિત જનગણના કરવામાં આવે. ગુજરાતમાં ઓબીસી સમાજને અન્યાય થઈ રહ્યો છે. વિધાનસભા સત્રમાં પ્રસ્તાવ લવાયો હતો. આર્થિક સામાજીક શૈક્ષણિક સર્વે કરાવવાની માંગ હતી. વસ્તી ગણતરીમાં એસસી એસટીના ડેટા હોય છે પણ ઓબીસી સમાજના આંકડા હોતા નથી. ઓબીસી માટે ૨૭ ટકા અનામત આપવાની વાત કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે