નવી દિલ્હી: 7th Pay Commission: રાજસ્થાન સરકાર (Rajasthan Government) એ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ માટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM) માં ત્રણથી પાંચ વર્ષની સેવા પુરી કરનાર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને એક વન ટાઇમ બોનસ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતએ આ પ્રસ્તવને મંજૂરી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે જાહેર કર્યું નિવેદન
સરકારી નિવેદન અનુસાર મુખ્યમંત્રીએ મિશન (NHM) માં 31 માર્ચ, 2021 ના રોજ ત્રણથી પાંચ વર્ષની સેવાઓ પુરી કરનાર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને એક વન ટાઇમ લોયલ્ટી, બોનસ તથા અનુભવ આધારિત બોનસ આપવાનો પ્રસ્તાવને મંજૂરી આપી છે. પરંતુ આ લાભ એનએચએમના તે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને નહી મળે જે 31 માર્ચ, 2017 ની પાત્રના આધાર પર પહેલાં જ આ લાભ લઇ ચૂક્યા છે.  

Alia Bhatt એ પહેર્યું વિચિત્ર ટોપ, અંદરનું બધુ દેખાઇ ગયું!!!


વન ટાઇમ લોયલ્ટી અને બોનસ
સરકારી નિવેદન અનુસાર 31 માર્ચ, 2021 ના રોજ ત્રણ વર્ષની સેવાઓ પૂર્ણ કરનાર એનએચએમના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને દસ ટકાના દરથી તથા તે તારીખથી પાંચ વર્ષ સેવા પૂર્ણ કરનાર કર્મચારીઓને 15 ટકાના દરથી એક એપ્રિલ 2021 થી વનટાઇમ લોયલ્ટી-બોનસ અથવા અનુભવ આધારિત બોનસ આપવામાં આવશે. 

Jamnagar: નભોમંડળમાં મંગળવારે જોવા મળશે વધુ એક અવકાશી નજારો, થશે આ બે ગ્રહોનું મિલન


કોને મળશે આ લાભ
આ પ્રસ્તાવના અનુસાર પહેલાં 31 માર્ચ, 2017 ની પાત્રતાના આધારે જે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને ત્રણ વર્ષના અનુભવ પર 10 ટકાના દરથી બોનસ આપવામાં આવશે, જો તેમની પાંચ વર્ષની સેવા 31 માર્ચ 2017 બાદ પૂર્ણ થઇ ગઇ છે તો તેમને પણ પાંચ ટકાના અંતર રાશિ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રસ્તાવ માટે 978.62 લાખ રૂપિયાની યોજના બનાવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube