Jamnagar: નભોમંડળમાં મંગળવારે જોવા મળશે વધુ એક અવકાશી નજારો, થશે આ બે ગ્રહોનું મિલન

સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દીશામાં ૩૦ થી ૪૦ મિનિટ સુધી આ નઝારો નરી આંખે જોઈ શકાશે. આ દિવસે ત્રીજના ચંદ્ર પણ આ બંને ગ્રહોની નજીક માં જ હશે.

Jamnagar: નભોમંડળમાં મંગળવારે જોવા મળશે વધુ એક અવકાશી નજારો, થશે આ બે ગ્રહોનું મિલન

મુસ્તાકદલ, જામનગર: જામનગર (Jamnagar) ના નભો મંડળમાં મંગળવાર તારીખ ૧૩ જુલાઈના દિવસે વધુ એક ખગોળીય ઘટના બની રહી છે, અને જામનગરના ખગોળ મંડળ દ્વારા ટેલિસ્કોપ ના માધ્યમથી મંગળવારે યોજાનારી મંગળ (Mars) તથા શુક્ર (Venus) ગ્રહોના મિલનની અલૌકિક ઘટના નિહાળવા માટે નું નિદર્શન યોજવામાં આવ્યું છે.

જામનગરના નભમંડળમાં હાલમાં સાંજના સમયે પશ્ચિમ આકાશમાં શુક્રનો ગૃહ ખુબ ચમકતો ( -૩.૮ મેગ્નેટયુડ.) જોવા મળે છે. શુક્ર ગ્રહનું દરરોજ અવલોકન કરવામાં આવે તો તે દરરોજ પશ્ચિમ તરફ સરકતો જોવા મળશે. ૧૩ જુલાઈના રોજ ઝાંખા મંગળ ગ્રહ સાથે તેનું મિલન થશે. આ સમયે આ બન્નેં ગૃહો વચ્ચેનું અંતર માત્ર .૫ અંશ જેટલુ જ હશે. જેથી નરી આંખે અથવા સાદા દૂરબીન વડે એકજ ફીલ્ડમાં જોઇ શકાશે.

સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દીશામાં ૩૦ થી ૪૦ મિનિટ સુધી આ નઝારો નરી આંખે જોઈ શકાશે. આ દિવસે ત્રીજના ચંદ્ર પણ આ બંને ગ્રહોની નજીક માં જ હશે, અને તે પણ નિહાળી શકાશે. ૧૩મી જુલાઇના રોજ સૂર્યાસ્તનો સમય ૧૯ કલાક આને ૩૭ મિનિટનો રહેશે. જ્યારે સંધ્યા ટાણું ૨૦.વાગ્યાનો બે મિનિટે થશે.

જામનગર (Jamnagar) ના ખગોળ પ્રેમી જનતા એ મંગળવારે શુક્ર (Venus) ગ્રહ અને મંગળ (Mars) ગ્રહના અલૌકિક નજારાને ટેલિસ્કોપના માધ્યમથી જોઈ શકાય તે માટે જામનગરના ખગોળ મંડળના કિરીટભાઈ શાહ(૯૪૨૬૯ ૧૬૬૮૧) તથા અમિતભાઈ વ્યાસ (૯૯૭૮૩ ૨૯૦૮૦) દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનો ખગોળ પ્રેમીઓએ સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news