નવી દિલ્લીઃ 7th Pay Commission અંતર્ગત કેન્દ્ર સરકાર ઝડપથી કેન્દ્રીય કર્મચારીઓ અંગે મોટો નિર્ણય કરી શકે છે. હમણાં જ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબર આપી છે. કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાના 3 બાકી હપ્તા આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારની જાહેરાત પછી  કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA) 28% સુધી વધી ચુક્યું છે. હવે સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી ભથ્થાની ભેટ આપવામાં આવી શકે છે. સરકાર તરફથી હજુ આ પ્રમાણેની કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

એવા તુક્કા લગાવવામાં આવી રહ્યાં છે કે, આ વખતે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થશે. મોંઘવારી ભથ્થામાં વધારો થયા પછી DA 28%થી વઘી 31% થઈ શકે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કેન્દ્રીય કર્મચારીઓમાં મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા જાહેર કરવામાં આવ્યા. આ ત્રણ અઠવાડિયામાં મોંઘવારી વધારીને 28% કરવામાં આવી. 1 જુલાઈ, 2021માં કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 11%નો વધારો કરવામાં આવ્યો. 7માં પગાર પંચ અંતર્ગત, કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં ઝડપથી 3%નો વધારો થઈ શકે છે.


કર્મચારીઓને મળશે ડબલ ગીફ્ટ:
મોંઘવારી ભથ્થાની સાથે કેન્દ્રીય કર્મચારીઓને ઝડપથી ટ્રાવેલ એલાઉન્સ, સિટી એલાઉન્સ વધારીને આપવામાં આવશે. આવતા મહિનાથી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની સાથે ટ્રાવેલ એલાઉન્સ અને સિટી એલાઉન્સ વધારીને પગાર સાથે જોડીને આપવામાં આવી શકે છે. સાથે જ આવતા મહિનામાં કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટીમાં વધારો થઈ શકે છે.

Passport કઢાવવા માટે હવે નહીં ખાવા પડે ધક્કા, નજીકની Post Office માં જ પતી જશે કામ! માત્ર આટલું કરો

RBI એ Personal Loan ના નિયમમાં કર્યા ફેરફાર, જલ્દી જાણી લો નહીં તો પડશે ડખો!

Sukanya Yojana અથવા PPF, જાણો બંનેમાંથી પુત્રીના ભવિષ્ય માટે શું સારું, જલદી જાણી લો આ માહિતી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube