7th Pay Commission: લાખો કેન્દ્રીય કર્મચારીઓને ઝટકો!, 1 જુલાઈથી નહીં વધે TA
કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ મોંઘવારી ભથ્થા (DA) અને મુસાફરી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે. પણ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હવે તેમને એક ઝટકો મળી શકે છે. આ વખતે તેમના ટ્રાવેલ અલાઉન્સમાં વધારો થવાની શક્યતા નથી. માર્ચમાં નાણા રાજ્યમંત્રીએ સંસદમાં એવી જાહેરાત કરી હતી કે જુલાઈથી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું Restore કરી દેવામાં આવશે. એટલે કે પહેલાની જેમ કરવામાં આવશે.
7th Pay Commission: કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ મોંઘવારી ભથ્થા (DA) અને મુસાફરી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે. પણ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હવે તેમને એક ઝટકો મળી શકે છે. આ વખતે તેમના ટ્રાવેલ અલાઉન્સમાં વધારો થવાની શક્યતા નથી. માર્ચમાં નાણા રાજ્યમંત્રીએ સંસદમાં એવી જાહેરાત કરી હતી કે જુલાઈથી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું Restore કરી દેવામાં આવશે. એટલે કે પહેલાની જેમ કરવામાં આવશે.
TA નહીં વધે!
પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સ મુજબ એક ખબર ચર્ચામાં છે જે મુજબ કેન્દ્રીય કર્મચારીઓનું મુસાફરી ભથ્થું (TA) જુલાઈથી વધશે નહીં. મોંઘવારી ભથ્થું જ્યારે વધે છે તો મુસાફરી ભથ્થું પણ વધારવામાં આવે છે. પરંતુ 7માં પગારપંચના પે મેટ્રિક્સ કેલ્ક્યુલેશન મુજબ DA 25 ટકા કે તેનાથી વધુ નથી, આથી મુસાફરી ભથ્થું પણ વધારવામાં નહીં આવે. કારણ કે કેન્દ્રીય કર્મચારીઓનું હાલનું મોંઘવારી ભથ્થું 17 ટકા જ છે.
કેમ નહીં વધે TA?
રિપોર્ટ્સ મુજબ જુલાઈ 2021થી જ્યારે DA ને રિસ્ટોર કરવામાં આવશે, ત્યારે જુલાઈ-ડિસેમ્બર 2021 માટે મોંઘવારી ભથ્થું 25 ટકાથી વધુ હશે તો જ મુસાફરી ભથ્થું પણ વધવાની આશા કરી શકાય. સચિવ મિશ્રાએ કહ્યું કે જાન્યુઆરીથી જૂન 2021 માટે ડીએની જાહેરાત હજુ બાકી છે. આથી મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈથી વધારાનો અર્થ દશેરાથી દિવાળી વચ્ચે હશે. જે કર્મચારીઓના 7માં વેતનપંચની પે મેટ્રિક્સમાં આ વર્ષના અંત સુધીમાં જોવા મળશે.
DAનો ઈન્તેજાર
અત્રે જણાવવાનું કે માર્ચમાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 1 જુલાઈથી કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને ડીએનો પૂરેપૂરો ફાયદો મળશે. તેમને જાન્યુઆરીથી જૂન 2021 સુધી ફ્રીઝ કરાયેલા ડીએની સાથે તેમાં વધારાનો પણ લાભ મળશે. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાયો છે કે મોંઘવારી ભથ્થું જે હાલ 17 ટકાના દરે અપાય છે તે સીધુ 28 ટકા થવાની આશા છે. અત્રે જણાવવાનું કે મોદી સરકારે કોરોના મહામારીને જોતા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સનું 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020, 1 જાન્યુઆરી 2021નું DA અને DR રોક્યા હતા.
કેમ મળે છે TA
મુસાફરી ભથ્થા (Travel Allowance) તરીકે કેન્દ્રીય કર્મચારીઓને હોટલ કે ગેસ્ટ હાઉસમાં રોકાવાની, ટેક્સીના ખર્ચા અને ખાણી પીણી માટે અલગથી પૈસા મળે છે. મુસાફરી ભથ્થામાં રોડ, હવાઈ, રેલ અને સમુદ્રી મુસાફરી માટે થતું ભાડું સામેલ હોય છે.
Corona Update: કોરોનાના નવા કેસમાં થયો ઘટાડો, પણ મૃત્યુનો આંકડો ચિંતાજનક, જાણો લેટેસ્ટ અપડેટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube