ગાંધીનગર: ભારતમાં સૌથી વધુ રોકાણ કરનાર વિશ્વના દેશોમાં સાઇપ્રસ ૮મું સ્થાન ધરાવે છે. એપ્રિલ ર૦૦૦થી ભારત અને સાઇપ્રસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો રહ્યા છે. સાયપ્રસમાં સ્ટાર્ટઅપ યુવા એન્ટપ્રિયોર શિક્ષકો ભારતીય-ગુજરાતીઓને ખાસ વિઝા પણ ઇસ્યુ કરવામાં આવશે તેમજ તેમના સ્ટાર્ટઅપના વિકાસ માટે તમામ સહયોગ આપવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની તમામ અપડેટ જાણવા અહીં ક્લિક કરો 


વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ના ત્રીજા અને અંતિમ દિવસે મહાત્મા મંદિર ખાતે આયોજિત ઇન્વેસ્ટિંગ ઇન સાઇપ્રસ વિષયક કન્ટ્રી સેમિનારમાં સાઇપ્રસમાં રોકાણ અંગેની પ્રમોશન કમિટિના પ્રમુખ નિકોલસ થિયોચારિડેસે જણાવ્યું હતું.


ઇન્વેસ્ટ સાઇપ્રસના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને સાઇપ્રસ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એસોસિએશનના સભ્ય શ્રીયુત મારિયસ તાન્નોઇસિસે કહ્યું હતું કે, સાઇપ્રસમાં ઊર્જા, આરોગ્ય, શિક્ષણ, પ્રવાસન, ફિલ્મ ઉઘોગ, શિપીંગ, મેરીટાઇમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રોકાણના મહત્વના સેક્ટર છે. યુરોપિયન યુનિયન અને વિશ્વમાં સાઇપ્રસ શિપિંગ વ્યવસાયમાં અનુક્રમે ત્રીજો અને ૧૧મો ક્રમ ધરાવે છે. આ સિવાય રીયલ એસ્ટેટ અને પ્રોપર્ટીમાં પણ રોકાણ કરવા ઉપસ્થિત રોકાણકારોને મારિયસે આહ્વાન કર્યું હતું.