Surat News ચેતન પટેલ/સુરત : અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ફાર્મા, એનર્જિ, આઈટી કંપનીના આઈપીઓ આવે છે. પરંતું ગુજરાતની એક મહાનગરપાલિકા પોતાનો આઈપીઓ બહાર પાડવા જઈ રહી છે. સુરત મનપા સૌ પ્રથમ વખત આઇપીઓ બહાર પાડશે.  સુરત પાલિકા 200 કરોડ રૂપિયાના પબ્લિક આઇપીઓ બહાર પાડશે. પર્યાવરણલક્ષી વિવિધ કાર્યો માટે ફંડ એકત્રિત કરવા કવાયત હાથ ધરાઈ છે. સ્ટેન્ડીગમાં પાલિકા દ્વારા ચાલુ વર્ષના બજેટમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આજે આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. આઇપીઓ માટે ફેસવેલ્યુ 1 હજાર નક્કી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ipo સુરત મહાનગર પાલિકા દ્વારા ૨૦૦ કરોડ રૂપિયાના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જે માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે. જેના પર ગુરુવારે નિર્ણય લેવામાં આવશે. જો મંજૂરી મળે તે સુરત મહાનગર પાલિકા ૨૦૦ કરોડ રૂપિયાનો ફંડ પબ્લિક આઇપીઓ બહાર પાડી જાહેર જનતા પાસેથી લેવા માટે પ્રયાસ કરશે. 


ગુજરાતના 13 જિલ્લાઓમાં પહોંચ્યો મોતનો વાયરસ, 15 બાળકોને ભરખી ગયો


૨૦૦ કરોડ રૂપિયાનો ગ્રીન બોન્ડ બહાર પાડશે
સુરત મહાનગર પાલિકા દ્વારા આવકના સ્ત્રોત વધારવા માટેના પ્રયાસો સતત જારી છે. હાલ સુરતમાં અનેક વિકાસ કાર્યો કાર્યરત છે. ત્યારે નવા- નવા પ્રોજેકટો માટે ફંડ એકત્રિત કરવા માટે પાલિકા પ્રયત્નશીલ છે. સોલાર, વોટર અને વિન્ડ સહિતના એન્વાયરમેન્ટ એનર્જી સેક્ટરના કાર્યા માટે પાલિકા દ્વારા બજેટમાં ૨૦૦ કરોડ રૂપિયાનો ગ્રીન બોન્ડ બહાર પાડવાની જાહેરાત મનપાના બજેટમાં કરવામાં આવી હતી.જો કે તે સમયે પ્રાઇવેટ ઇશ્યૂ બહાર પાડવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે ૨૦૦ કરોડ રૂપિયાનું ભરણું પ્રાઇવેટ સેક્ટર પાસેથી લેવાની તૈયારી હતી, પરંતુ પ્રાઇવેટ સેક્ટર્સ પાસેથી લેવામાં આવેલા ભરણાનો વ્યાજદર ઊંચો હોવાથી મનપાએ તેમાં પાછળથી ફેરફાર કર્યો હતો અને પબ્લિક ઇશ્યૂ બહાર પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. 


આજે નિર્ણય લેવાશે 
પબ્લિક ઇશ્યૂ બહાર પાડવામાં આવે તો વ્યાજદર પાલિકા નક્કી કરી શકશે, તેથી પાલિકાને બચત પણ થશે. જેને પગલે પાલિકા દ્વારા આ નિર્ણય લેવાયો છે. તેના માટે એજન્સીની નિમણુંક કરવા સહિતની કામગીરી માટેના કામની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે, જેના પર શાસકો ગુરુવારે નિર્ણય લેશે. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ આઇ પીઓ માટે ફેસ વેલ્યુ ૧૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. મનપાના પર્યાવરણલક્ષી પાંચ પ્રોજેક્ટો ૨૧૫.૯૮ કરોડ રૂપિયા આંતરિક સ્ત્રોતમાંથી તથા રૂપિયા ૧૯૮.૨૦ કરોડ રૂપિયા અન્ય સ્ત્રોતમાંથી મેળવવામાં આવશે.


ગુજરાત પર આવશે મોટું સંકટ, ધોધમાર વરસાદ માટે છેક ઓગસ્ટની રાહ જોવી પડશે, અંબાલાલની આગ