સાચવજો! દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી, નકલી હશે તો મૂકાઈ જશો મુશ્કેલી
UIDAI: આધારની વધતી જતી ઉપયોગિતાની સાથે સાથે તેનાથી સંબંધિત છેતરપિંડીના કેસોમાં પણ તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) મંત્રાલય હેઠળ કામ કરે છે.
Duplicate Aadhaar Card: શું તમારે એ જાણવું છે કે આધારકાર્ડ અસલી છે કે નકલી. તો તમે તેની ઓળખ ઘરે બેઠાં જ કરી શકો છો. UIDAI એ એક સરળ રીત જણાવી છે, આવો જોઈએ. વર્ષ 2009માં તત્કાલીન કેન્દ્ર સરકારે દેશમાં આધાર કાર્ડ યોજના શરૂ કરી હતી ત્યાર પછી આધાર કાર્ડનો ઉપયોગ ઝડપથી વધ્યો. આધાર કાર્ડ આજકાલ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનો એક છે કારણ કે તેમાં તમામ નાગરિકોની બાયોમેટ્રિક માહિતી સામેલ હોય છે. ટ્રેનમાં મુસાફરીથી માંડીને બાળકના સ્કૂલ એડમિશન સુધી, બેંક ખાતું ખોલાવવાથી લઈને શેરબજારમાં રોકાણ કરવા સુધી દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. અને આવાં કામો આધારકાર્ડ વિના અટકી જતા હોય છે.
આધારની વધતી જતી ઉપયોગિતાની સાથે સાથે તેનાથી સંબંધિત છેતરપિંડીના કેસોમાં પણ તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) મંત્રાલય હેઠળ કામ કરે છે.
આ પણ વાંચો: Video: બ્રાલેસ બની જીન્સનું ટોપ બનાવી પહેર્યું : બોલી મારો નગ્ન નાચ ચાલુ રહેશે
આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: 2 વર્ષ સુધી પત્ની સાથે શરીર સુખ ના માણી શક્યો, સરકાર પર માંડ્યો Rs 10,000 cr નો દાવો
મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ UIDAI સાથે મળીને નકલી આધાર કાર્ડ ચેક કરવાની સરળ રીત જણાવી છે. UIDAIએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ શેર કરીને ચેતવણી આપી છે. UIDAIએ જણાવ્યું છે કે દરેક 12 અંકનો અંક આધાર કાર્ડ નંબર નથી હોતો. આવી સ્થિતિમાં નાગરિકોએ આવા નકલી આધાર નંબરોથી સાવધાન રહેવાની જરૂર છે. આ સાથે UIDAIએ પણ કહ્યું છે કે તમારે ક્રોસ ચેકિંગ વિના આધાર કાર્ડ સ્વીકારવું જોઈએ નહીં.
જો તમે અસલી અને નકલી આધાર કાર્ડની ઓળખ કરવા માગો છો, તો તમે કેટલાંક સરળ સ્ટેપ્સ ફોલો કરીને જાણી શકો છો. તો ચાલો જાણીએ એ ઈઝી સ્ટેપ્સ.
આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: લગ્ન પહેલાં પ્રેગ્નેંટ થઇ હતી આ અભિનેત્રીઓ, પોલ ખુલ્યા બાદ લેવા પડ્યા સાત ફેરા!
આ પણ વાંચો: મારૂતિ લાવી છે લૂંટ લો ઓફર, આ કારો પર 65 હજારનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
અસલી/નકલી આધાર કાર્ડની ઓળખ આ રીતે કરો
સૌથી પહેલાં UIDAIની સત્તાવાર વેબસાઈટ, આધાર જારી કરનાર સંસ્થા uidai.gov.in પર ક્લિક કરો
આગળ My Aadhaar વિકલ્પ પર ક્લિક કરો
આ પછી, તમારી સામે આધાર સંબંધિત ઘણી સેવાઓનું લિસ્ટ ખુલશે
અહીં Verify an Aadhaar number પર ક્લિક કરો
પછી 12 આંકડાના આધાર નંબરને દાખલ કરો
ત્યારપછી Captcha દાખલ કરો
જો તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો હશે તો તમને આગળના પેજ પર ડાયવર્ટ કરી દેવાશે
ત્યારબાદ આપનો આધાર નંબર, ઉંમર, લિંગ અને રાજ્ય નોંધાયેલું હોય તો આપનું આધાર કાર્ડ અસલી છે. જો આટલી માહિતી ના હોય તો આધાર કાર્ડ નકલી હોઈ શકે છે.
આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: બજારમાં કેમ જવું જો ઘરે જ બની શકે છે પ્રોટીન પાવડર? જાણો સેવનનો Right Time
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube