નવી દિલ્હીઃ How to retrieve your lost Aadhaar Number: આધાર કાર્ડ (Aadhar Card) એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ તમારી ઓળખનો નક્કર પુરાવો  છે. આ ઉપરાંત તેને તમારા રેશન કાર્ડ, પાન કાર્ડ અને કેટલાક અન્ય દસ્તાવેજો અને ખાતાઓ સાથે લિંક કરવું પણ ફરજિયાત બની ગયું છે. એકંદરે આપણે કહી શકીએ કે હવે તેના વિના કામ કરવું લગભગ અશક્ય છે. UIDAI સેલ્ફ સર્વિસ પોર્ટલ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જે તમને તમારો આધાર નંબર પુનઃપ્રાપ્ત કરવાની અને તમારા આધાર કાર્ડની નકલ ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી 
UIDAI જો આધાર ખોવાઈ જાય તો તેને ફરીથી બનાવવાની સુવિધા પૂરી પાડે છે.  આધાર કાર્ડ બનાવતી વખતે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પણ રજીસ્ટર કરવામાં આવે છે. આ કિસ્સામાં, તમે મોબાઇલ નંબર અથવા ઇમેઇલ ID દ્વારા તમારો આધાર નંબર શોધી શકો છો.


આધાર નંબર મેળવવા માટે આ સ્ટેપ અનુસરો-
>> UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
>> આધાર નંબર (UID) અથવા એનરોલમેન્ટ નંબર (EID) નો વિકલ્પ પસંદ કરો.
આ પછી નામ, ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર ટાઈપ કરો.
>> હવે સુરક્ષા કોડ ટાઈપ કરો. તે પછી Send OTP પર ક્લિક કરો.
>> તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે.
>> OTP દાખલ કરો અને 'લોગિન' બટન પર ક્લિક કરો.
>> આ પછી, તમારો આધાર નંબર તમારા રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ અથવા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.


આ પણ વાંચોઃ આ શેરમાં માત્ર 6,000 રૂપિયા લગાવી લોકો બની ગયા કરોડપતિ, 20 વર્ષમાં વધી અધધ કિંમત


તમે તમારું આધાર કાર્ડ મેળવવા માટે 1800-180-1947 (ટોલ-ફ્રી) અથવા 011-1947 (સ્થાનિક) પર પણ કૉલ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube