માત્ર 50 રૂપિયામાં ઘર બેઠા બનાવો PVC આધાર કાર્ડ, આ સ્ટેપ્સને કરો ફોલો
આજના સમયમાં આધાર કાર્ડ ખુબ જરૂરી છે. દરેક જગ્યાએ સરકારી કામ માટે આધાર કાર્ડ આપવું પડે છે. તમે પણ ઘરે બેઠા ઓનલાઇન આધાર કાર્ડ કઢાવી શકો છો.
નવી દિલ્હીઃ આધાર નંબર જારી કરતી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા પીવીસી પર પ્રિન્ટ કરાયેલા આધાર કાર્ડ ઓફર કરે છે. જેથી લોકોને પાન કાર્ડ જેવું મજબૂત આધાર કાર્ડ મળી શકે. પીવીસી ફોર્મમાં આધાર કાર્ડ મેળવવા માટે લોકોએ ફી ચૂકવવી પડશે. અહીં અમે તમને PVC આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરવા વિશે માહિતી આપી રહ્યા છીએ.
PVC Aadhaar Card કેવી રીતે મળી શકે?
આધાર કાર્ડ ધરાવતી કોઈપણ વ્યક્તિ પીવીસી આધાર કાર્ડ મેળવી શકે છે. પીવીસી આધાર કાર્ડ આધાર કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો.
PVC Aadhaar Card કેવી રીતે બનાવશો?
સ્ટેપ 1: સૌ પ્રથમ તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ www.uidai.gov.in ખોલવી પડશે.
આ પણ વાંચોઃ રસોઈ સમયે અચાનક ગેસ ખાલી થઈ જાય તો ટેન્શન ન લેવું, બચેલા ગેસથી પણ રસોઈ બની શકે છે
સ્ટેપ 2: હવે તમારે 'My Aadhaar' પર ટેપ કરવું પડશે અને 'Order Aadhaar PVC Card' પર ક્લિક કરવું પડશે.
સ્ટેપ 3: તમારી સિસ્ટમ પર એક નવી ટેબ ખુલશે. આમાં તમારે 'Order Aadhaar PVC Card'નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
સ્ટેપ 4: અહીં તમારે 12 અંકના આધાર નંબર અથવા 28 અંકના રજીસ્ટ્રેશન IDની મદદથી લોગિન કરવાનું રહેશે. લોગીન માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર OTP આવશે. જો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર નોંધાયેલો નથી, તો તમારે એક વૈકલ્પિક મોબાઈલ નંબર આપવો પડશે જેના પર OTP આવશે.
આ પણ વાંચોઃ 1 રૂપિયાનો પણ ટેક્સ ભરવો નહિ પડે, જો તમને ઈન્કમ ટેક્સનો આ નિયમ ખબર હશે તો!
સ્ટેપ 5: OTP આપ્યા પછી, તમારે 'ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ'ની સામેના ચેક બોક્સ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 6: હવે તમારે PVC કાર્ડ માટે ચૂકવણી કરવી પડશે. તમે ચુકવણી માટે ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, UPI નો ઉપયોગ કરી શકો છો.
પેમેન્ટ થઈ ગયા પછી, તમને સ્લિપ મળશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો. આમાં 28 અંકનો સર્વિસ નંબર હશે, જે તમને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS દ્વારા પણ મોકલવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube