રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન? દિગ્ગજનો ઈશારો
IND vs AUS: ભારતીય કેપ્ટન રોહિત શર્માનું બેટ આ સમયે શાંત છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં તેમનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે મોટું ટેન્શન છે. મેલબર્ન ટેસ્ટના પ્રથમ દાવમાં રોહિત સસ્તામાં આઉટ થયો હતો અને ત્યારબાદ તેના ભવિષ્ય વિશે અટકળો શરૂ થઈ હતી, જે સ્વાભાવિક પણ છે.
Trending Photos
Rohit Sharma: ભારતીય કેપ્ટન રોહિત શર્માનું બેટ આ સમયે શાંત છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં તેમનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે મોટું ટેન્શન છે. મેલબર્ન ટેસ્ટના પ્રથમ દાવમાં રોહિત સસ્તામાં આઉટ થયો હતો અને ત્યારબાદ તેના ભવિષ્ય વિશે અટકળો શરૂ થઈ હતી, જે સ્વાભાવિક પણ છે. તેમના ફોર્મને લઈ ભારતીય દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે પણ નિવેદન આપ્યું છે.
ગાવસ્કરનું નિવેદન
મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે '7 ક્રિકેટ' માટે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું કે, 'તેમના માટે મુશ્કેલ સમય છે.' તેમણે કહ્યું કે, 'હજુ બીજી ઇનિંગ અને સિડની ટેસ્ટની બે ઇનિંગ્સ બાકી છે. આ 3 ઇનિંગ્સમાં જો રોહિત રન નહીં બનાવે તો સવાલો ઉભા થશે. પેટ કમિન્સની શોર્ટ બોલ પર અહીં ચૌથા ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતીય કેપ્ટનને 3 રન બનાવીને આઉટ થયા બાદ તે ટેસ્ટ ક્રિકેટમાંથી ક્યારે નિવૃત્તિ લેશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર મેલબોર્નમાં છે અને શક્ય છે કે બન્નેએ ભવિષ્ય વિશે વાત પણ કરી હોય, કારણ કે ભારતીય ટીમ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે.
ફોર્મથી સંઘર્ષ કરી રહ્યો છે રોહિત
છેલ્લી 8 ટેસ્ટની 14 ઇનિંગ્સમાં 11.07ની એવરેજથી રોહિતે માત્ર 155 રન બનાવ્યા છે. એક તો તે ફોર્મમાં નથી અને ઓપનિંગ જોડીમાં ફેરફાર કરીને જે સ્થિર જણાતી હતી તેના કારણે ટીમનું સંતુલન પણ ખોરવાઈ ગયું છે. એવી અટકળો છે કે જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ જશે તો સિડની તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ હશે. પરંતુ શું રોહિતને ટીમ માટે સિડની ટેસ્ટમાંથી બહાર રાખીને ફોર્મમાં ચાલી રહેલા કેએલ રાહુલને યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની ઓપનિંગ કરવા દેશે.
શું રોહિત ટીમમાંથી થશે બહાર?
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર જ્યારે IPLમાં રમતા હતા તે દરમિયાન એક વખત પોતાને બહાર કરી દીધા હતો. જો રવિચંદ્રન અશ્વિનને એવું બહાનું કાઢીને નિવૃત્તિ લેવા માટે લાચાર કરી શકે છે કે તે વિદેશમાં પ્રથમ પસંદગીના બે સ્પિનરોમાંથી એક નથી, તો શું ભારતીય કેપ્ટનને એવું ન કહેવું જોઈએ કે તે ટેસ્ટમાં ટોચના છમાં નથી, જેનું સ્થાન ટીમમાં છે. 7 અઠવાડિયા પછી ODI ફોર્મેટમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે. રોહિતના હાલના ખરાબ ફોર્મને કારણે તેનું મનોબળ કદાચ ઓછું થયું હશે, પરંતુ જો ટેસ્ટની જવાબદારી હટાવી દેવામાં આવશે તો તે મુક્તપણે રમી શકશે.
શું સંન્યાસ લેવાનો છે?
રોહિત અને વિરાટ કોહલી બન્ને ખરાબ ફોર્મમાં છે, પરંતુ તફાવત એ છે કે બન્ને ક્રીઝ પર કેવી રીતે જુએ છે. કોહલીને જોતા હજુ પણ લાગે છે કે તે જલ્દી જ મોટી ઇનિંગ રમશે અને પર્થમાં તેણે સદી પણ ફટકારી હતી. એમસીજીમાં બીજા દિવસે પણ તે આત્મવિશ્વાસથી ભરેલો જોવા મળ્યો હતો. બીજી તરફ રોહિત સરળતાથી વિકેટ ગુમાવી રહ્યો છે. અહીં તે ખૂબ જ ખરાબ શોટ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. ઓપનર તરીકે પણ તે અત્યાર સુધી આ સિરીઝમાં વધારે પ્રભાવિત નથી કરી શક્યો. તેથી કેપ્ટને જલ્દી નિર્ણય લેવો પડશે. કદાચ તેની ટીમ આની રાહ જોઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે