PAN કાર્ડનો ઉપયોગ  કર્યાં ક્યાં કરવાનો રહે છે તે અંગે લોકોમાં ઘણી ભ્રમની સ્થિતિ રહે છે. સરકારે પેન કાર્ડ અને આધાર કાર્ડને અનેક જગ્યાઓ સાથે જોડી દીધા છે. જેનાથી તમારા માટે ટ્રાન્ઝેક્શન કરવું સરળ થઈ જશે. આવો જાણીએ કે પાન કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટમાં થઈ હતી જાહેરાત
વાત જાણે એમ છે કે બજેટ 2019માં પાન કાર્ડ અને આધાર કાર્ડ સંબંધિત અનેક નિયમોમાં ફેરફાર થયા છે. કેશ કાઢવા, કેશ જમા કરવા, આઈટીઆર ફાઈલિંગ, અને આધારને લઈને નિયમોમાં અનેક ફેરફાર થયા છે. આ ફેરફારનો મુખ્ય હેતુ બ્લેક મની પર રોક  લગાવવાનો છે. સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે. જેથી કરીને પારદર્શકતા વધારી શકાય. આવામાં પાન કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર થયા છે. 


જુઓ LIVE TV



PAN કાર્ડને લઈને થયેલા ફેરફાર


  • કરદાતાઓને રાહત આપતા બજેટ 2019માં એલાન કરવામાં આવ્યું કે જે લોકોની પાસે પાન કાર્ડ ન હોય તો તમે આધાર નંબર દ્વારા પણ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકશો. 

  • પહેલા 50 હજાર રૂપિયાના કેશ ટ્રાન્ઝેક્શન પર પાનકાર્ડ આપવું જરૂરી હતીં પરંતુ હવે આ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે PAN ન હોવા પર આધાર નંબર પણ આપી શકાય છે. બેંકમાં જો તમે 50 હજાર રૂપિયાથી વધુ કેશ જમા કરશો તો આધાર નંબર દ્વારા પણ ટ્રાન્ઝેક્શન કરી શકશો. 

  • 02 લાખ રૂપિયાથી વધુનું સોનું ખરીદવા પર જ્વેલરને તમારે પાનકાર્ડ આપવું પડે છે. પરંતુ હવે તમે પાન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડને પણ બતાવી શકો છો. 

  • તહેવારોની મોસમમાં કાર ખુબ વેચાય છે. કાર ખરીદતી વખતે પહેલા પાન કાર્ડ નંબર આપવો અનિવાર્ય હતો પરંતુ હવે આધાર નંબરથી પણ કામ ચાલી જશે. 

  • બધી બેંકો ક્રેડિટ કાર્ડ આપવા માટે ગ્રાહકો પાસે પાન કાર્ડ માંગે છે. પરંતુ જો તમારી પાસે પાન કાર્ડ ન હોય તો હવે તમે આધાર નંબર આપીને પણ ક્રેડિટ કાર્ડ લઈ શકો છો. 

  • હોટલમાં બિલ પેમેન્ટ કરતી વખતે  તમારું બિલ જો 50 હજાર રૂપિયા કરતા વધુ થાય તો અને તમે કેશ પેમેન્ટ કરવા માંગતા હોવ તો પાનની જગ્યાએ આધાર નંબર આપવાથી પણ કામ ચાલી જશે. એ જ રીતે વિદેશ મુસાફરીમાં પણ 50 હજારથી વધુ કેશ ખર્ચ થવા પર તમે આધાર નંબર આપી શકો છો. 

  • નિયમો મુજબ ઈન્શ્યોરન્સ કંપનીનું પ્રીમિયમ એક વર્ષમાં 50 હજારથી વધુ થવા પર પાન નંબર આપવો પડે છે પરંતુ હવે તમે આધાર નંબર આપી શકશો. 

  • નવા નિયમો મુજબ હવે 10 લાખથી વધુ પ્રોપર્ટી ખરીદવા પર પાનની જગ્યાએ આધાર નંબર આપી શકો છો. 

  • સરકારનું ફાઈનાન્સ બિલ લાગુ થતા જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને શેરોની ખરીદ વેચાણમાં પણ પાનની જગ્યાએ આધાર નંબર આપી શકાશે.